રાજકોટ,તા.24 : જસદણ તાલુકાના કનેસરા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે પાંચ આરોપીને જુગાર રમતા ઝડપી પાડયા છે અને રૂ।.79180નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ અંગે મળતી વિગત મુજબ ભાડલા પોલીસ મથકના પી.એસ.આઈ, આર.એસ.સાંકળીયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ બળદેવભાઈ સોલંકી, સંજયભાઈ બોરીચા, સુનીલભાઈ તલસાણીયા, મહાવીરભાઈ બોરીચા, અરવિંદભાઈ ઝાપડીયા, જીજ્ઞેશભાઈ રાજપરા, કોન્સ્ટેબલ લાલજીભાઈ તલસાણીયા વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
ત્યારે બાતમી મળેલી કે, કનેસરા ગામે રામદેવપીરના મંદિરવાળા વિસ્તારમાં રહેતો ચકાભાઈ મકવાણા પોતાના ઘરમાં જુગાર રમાડે છે.સ્થળ પર દરોડો પાડતા ગંજીપાના વડે જુગાર રમતા ચકા બચુ મકવાણા (કોળી) (ઉ.વ.45) ભુપત મેઘા સરીયા (કોળી) (ઉ.વ.45) (રહે.જસદણ,શકિતનગર, મૂળ નાની લાખાવડ) દિનેશ વશરામ છાપાણી (પટેલ) (ઉ.વ.48 રહે.જસદણ, વેકરીયા વાડી) દિપક કુરજી રોજાસરા (કોળી) (ઉ.વ.35) રહે. નાની લાખાવડ, તા.જસદણ) અને કિશોર લખમણ માલવીયા (પટેલ) (ઉ.વ.60, રહે શ્રીનાથજી ચોક, જસદણ)ને દબોચી 21 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન, 55 હજારની કિંમતના 3 બાઈક અને 3180ની રોકડ કબ્જે કરી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.