રાજકોટ:તા 24
બેંક ઓફ બરોડા ભારતીય ભાષાઓમાં સાહિત્યિક લેખનને પ્રોત્સાહન આપવા માટે ‘બેંક ઓફ બરોડા રાષ્ટ્રભાષા સન્માન ને વિશેષરૂપે માન્યતા આપે છે. બેંક ઓફ બરોડા ‘રાષ્ટ્રભાષા સન્માન અંતર્ગત મૂળભૂત ભારતીય ભાષાઓમાં લખાયેલા અને હિન્દીમાં અનુવાદિત સાહિત્યની શ્રેષ્ઠ કૃતિને સન્માનિત કરવામાં આવશે. હવે બેંકે આ સન્માન માટે એન્ટ્રીઓ આમંત્રિત કરવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.
યોજના હેઠળ, બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ ભારતીય ભાષાઓમાં લખાયેલી કાલ્પનીક કૃતિઓ, હિન્દીમાં અનુવાદિત, સમાપન માટે પાત્ર હશે. પુરસ્કાર માટે હિન્દી અનુવાદકો તેમજ પ્રકાશકો પાસેથી એન્ટ્રી મંગાવવામાં આવી રહી છે. આ સન્માન હેઠળ ડર વર્ષે સન્માનિત નવલકથાના મૂળ લેખકને રૂા. 21 લાખ અને તે કૃતિના હિન્દી અનુવાદને રૂમ. 15 લાખ અને દરેક મૂળ લેખકને રૂમ. 3 લાખ અને અન્ય પાંચ પસંદગીની કૃતિઓ માટે તેના હિન્દી અનુવાદને રૂા. 2 લાખ આપવામાં આવશે. રસ ધરાવતા અરજદારો 22 માર્ચ, 2023 થી 7 એપ્રિલ, 2023 સુધી તેમની એન્ટ્રી નોંધાવી શકે છે.
એન્ટ્રીઓ સબમિટ કરવા માટેનું ફોર્મ, નિયમો અને શરતો અને અન્ય પ્રક્રિયાગત માહિતી બેંકની વેબસાઇટ https://www.bankofbaroda.in/bank-of-baroda- rashtrabhasha-samman t લિંક પર ઉપલબ્ધ છે.