મહાપાલિકા દ્વારા લોકોની જાગૃતિ માટે હાઇરાઇઝ એપાર્ટમેન્ટ અને બિલ્ડીંગમાં ફાયર સેફટી અંગે તાલીમ આપવાના કાર્યક્રમ ચાલી રહ્યા છે જેમાં મવડી બાયપાસ પાસેના ધનંજય પેરેડાઇઝ એપાર્ટમેન્ટ ખાતે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર અને ડે.ઓફિસર બી.જે.ઠેબાના સુપર વિઝનમાં મોકડ્રીલ રાખવામાં આવી હતી. જેમાં 3પ જેટલા રહેવાસીઓને સિસ્ટમ અને સેફટીના સાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ સાધનોની નિયમિત જાળવણી અંગે પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.