રાજકોટ,તા.24 : સત્યસાઈ રોડ પર મારૂતિ ચોકમાં આવેલ ખોડીયાર ડ્રાઈનિંગ હોલની, લીફટનો તાર તુટતાં નીચે પટકાઈ હતી. જેમાં નીચે ઉતરતાં બે મહીલાઓને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. પ્રાપ્ત વિગત અનુસાર, ભીમરાવનગર-8 નાનામવા રોડ પર રહેતાં સવિતાબેન કિશોરભાઈ મકવાણા (ઉ.વ.34) અને ગૌરીબેન પ્રવિણભાઈ શ્રીમાળી (ઉ.વ.48) ગત રોજ સાંજે સત્યસાંઈ રોડ પર આવેલ મારૂતિ ચોક નજીક ખોડીયાર ડ્રાઈનિંગ હોલમાં કામ કરવા માટે ગયેલ હતાં.
જયાંથી રાત્રે 10 વાગ્યાની આસપાસ પરત ફરવા માટે ત્રીજા માળેથી લિફટમાં સવાર થયા હતા.જયારે લીફટની ગ્રાઉન્ડ ફલોરની સ્વીચ દબાવતાજ લીફટ બીજા માળે પહોંચીને તેનો તાર તુટતાં સીધી નીચે પટકાઈ પહોંચીને તેનો તાર તુટતાં સીધી નિચે પટકાઈ હતી.જેમાં સવાર બંન્ને મહીલાઓ અને સવિતાબેનની પુત્રીને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી બનાવની જાણ થતાં હોટલ સંચાલક અને સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહીલાઓને પ્રથમ ખાનગી અને બાદમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.