ગાંધીનગર : આજે એકાએક રાજ્યભરની તમામ જિલ્લા જેલ પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. એક જ સાથે સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર, સુરત, ભાવનગર સહિતની જેલો પર દરોડા પાડી હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંજે ૭ વાગ્યાથી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા જેલો પર કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તમામ જેલોમાં કોઈ પ્રકારની જલસા પાર્ટી કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર. તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ. જેલો પર કાર્યવાહી દરમ્યાન જિલ્લા પોલીસ વડા, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતના ઉચ્ચ અધિકારી જેલોમાં સર્ચ કરી રહ્યા છે. આ સાથે પોલીસ અધિકારી બોડી વોર્ન કેમેરા સાથે અંદર પહોચ્યા છે.
ચાર દિવસ પહેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ
રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા અપાઇ સૂચના
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે