ગુજરાતની તમામ જેલોમાં દરોડા : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સરપ્રાઈઝ વિઝીટ બાદ એક્શન

24 March 2023 11:01 PM
Ahmedabad Crime Government Gujarat Rajkot
  • ગુજરાતની તમામ જેલોમાં દરોડા : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સરપ્રાઈઝ વિઝીટ બાદ એક્શન
  • ગુજરાતની તમામ જેલોમાં દરોડા : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સરપ્રાઈઝ વિઝીટ બાદ એક્શન
  • ગુજરાતની તમામ જેલોમાં દરોડા : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સરપ્રાઈઝ વિઝીટ બાદ એક્શન

મોડી રાત સુધી કેદીઓને મોબાઈલ, ચિકન, દારૂ, સિગારેટની સુવિધાઓ આપતા અનેકના પટ્ટા ઉતરી જાય તો નવાઇ નહી

રાજકોટ:
ગુજરાતની તમામ જેલોમા દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસ ભવનમાં બે કલાકથી વધુ સમય સુધી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મિટિંગ ચાલી. જેમાં મોટાભાગના સિનિયર આઇપીએસ સહિત ગૃહ સચિવ પણ હાજર હતા. ગુજરાતની તમામ જેલોમાં દરોડા ચાલુ છે, મોડી રાત સુધી કેદીઓને મોબાઈલ, ચિકન, દારૂ, સિગારેટની સુવિધાઓ આપતા અનેકના પટ્ટા ઉતરી જાય તો નવાઇ નહી. એક રીતે ચર્ચાઈ રહ્યું છે કે, ગૃહમંત્રી સંઘવીએ લેફ્ટરાઇટ લેવાનુ શરૂ કર્યુ છે ! જેલ પછી હમણા તેઓ પોલીસ ભવન પહોંચી ગયા હતા ત્યાં પણ છેલ્લા બે કલાકથી સિનિયરો સાથે બેઠક કરી હતી. આ તકે ASC રાકેશ પણ સાથે હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવી અચાનક જેલની સરપ્રાઈઝ વિઝીટમાં પહોંચી ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

રાજ્યભરની તમામ જેલ પર દરોડા પાડી પોલીસે મોટી કાર્યવાહી કર્યાનું જાણવા મળે છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર સહિતની જેલો પર દરોડા પડ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંજે ૭ વાગ્યાથી ઉંચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. આ બેઠક બાદ તમામ જેલો પર કાર્યવાહી કરવામાં આવી છે જેલમાં જલસા પાર્ટી કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર છે. તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે અંદર તપાસ કરી રહી છે.

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ

રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા અપાઇ સૂચના

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે


Related News

Advertisement
Advertisement