26મીએ WPL ફાઇનલમાં મુંબઇ - દિલ્હી વચ્ચે મુકાબલો : 20 વર્ષીય ઇઝાબેલ વોંગે ટુર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી, નતાલી સિવરનું ઓલ રાઉન્ડ પ્રદર્શન

25 March 2023 01:17 AM
Sports Woman World
  • 26મીએ WPL ફાઇનલમાં મુંબઇ - દિલ્હી વચ્ચે મુકાબલો : 20 વર્ષીય ઇઝાબેલ વોંગે ટુર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી, નતાલી સિવરનું ઓલ રાઉન્ડ પ્રદર્શન

મુંબઈ : મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટના સેમી ફાઈનલમાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી મેચમાં ટીમે યુપી વોરિયર્સને 72 રનથી હરાવ્યું હતું. મુંબઈની 20 વર્ષીય ઈસાબેલ વોંગે ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી હતી. આ સાથે જ નતાલી સીવરે પહેલા બેટિંગ અને પછી બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 4 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીની ટીમ 17.4 ઓવરમાં 110 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

નતાલી સીવરે અણનમ 72 રન બનાવ્યા
પ્રથમ દાવમાં મુંબઈ તરફથી નતાલી સીવરે 38 બોલમાં 72 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 9 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. ત્યારબાદ બોલિંગમાં ગ્રેસ હેરિસની મહત્વની વિકેટ લીધી હતી. એટલું જ નહીં તેણે કિરણ નવગીરેનો લોંગ ઓન પર મહત્વનો કેચ પણ લીધો હતો.
નિર્ણાયક એલિમિનેટર મેચમાં વોરિયર્સના તમામ ટોચના બેટર્સ ફ્લોપ થતાં યુપી તરફથી માત્ર કિરણ નવગીરે જ બચી શક્યો હતો
WPLની પ્રથમ હેટ્રિક મુંબઈની વોંગ ઇઝાબેલ વોંગના નામે
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ હેટ્રિક લીધી. તેણે 13મી ઓવરના બીજા બોલ પર કિરણ નવગીરેને કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર સિમરન શેખ અને ચોથા બોલ પર સોફી એક્લેસ્ટોન બોલ્ડ થયા હતા. વોંગે પાવરપ્લેમાં એલિસા હીલીને પેવેલિયન મોકલી હતી. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ લઈને પોતાના સ્પેલનો અંત કર્યો હતો.

Related News

Advertisement
Advertisement