અમૃતપાલ દિલ્હીમાં : ISBT બસ સ્ટેન્ડ પર નજરે જોયાની આશંકા, સાધુના વેશમાં સાથી સાથે દેખાયો; પંજાબ અને દિલ્હી પોલીસ એલર્ટ

25 March 2023 01:24 AM
India
  • અમૃતપાલ દિલ્હીમાં : ISBT બસ સ્ટેન્ડ પર નજરે જોયાની આશંકા, સાધુના વેશમાં સાથી સાથે દેખાયો; પંજાબ અને દિલ્હી પોલીસ એલર્ટ

વારિસ દે પંજાબનો વડા, ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘ શુક્રવારે સાધુના વેશમાં દેખાયો છે | ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને પગલે દિલ્હી અને પંજાબ પોલીસની ટીમો દિલ્હી અને તેની સરહદોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

ન્યુ દિલ્હી : જ્યારે પંજાબ પોલીસ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓની શોધમાં સમગ્ર રાજ્યમાં એલર્ટ પર છે, ત્યારે સમાચાર આવી રહ્યા છે કે અમૃતપાલ ISBT બસ સ્ટેન્ડ પર પપલપ્રીત સિંહ સાથે જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ શુક્રવારે સાધુના વેશમાં જોવા મળ્યો હતો. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને પગલે દિલ્હી અને પંજાબ પોલીસની ટીમો દિલ્હી અને તેની સરહદોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

બીજી તરફ અમૃતપાલ ઉત્તરાખંડ જાય તેવી શક્યતા છે. એસટીએફ તેની શોધમાં તૈનાત છે. ઉત્તરાખંડ STF અને પોલીસે હરિદ્વાર, દેહરાદૂન, ઉધમ સિંહ નગરની સરહદો પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે. દરેક જિલ્લાના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને સુપર એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. જેથી કરીને સોશિયલ મીડિયા પર થઈ રહેલી હિલચાલ પર નજીકથી નજર રાખી શકાય.

અમૃતપાલ સિંહે યુકેની નાગરિકતા માંગી હતી

સુરક્ષા એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે કે અમૃતપાલ યુનાઇટેડ કિંગડમ (યુકે)માં આશરો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે તેણે જલંધરના કેટલાક એજન્ટો અને સમર્થકો દ્વારા યુકેની નાગરિકતા માટે અરજી પણ કરી છે. તેની પાછળ પપલપ્રીત સિંહની ભૂમિકા પણ જણાવવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement