◙ હું લડતો રહીશ: માફી નહી માંગુ
◙ મારા આગળના ભાષણમાં અદાણી વિષે બોલવાનો હતો તેથી મને સભ્યપદથી ગેરલાયક ઠરાવાયો: આક્ષેપ
◙ હું પ્રશ્નો પૂછતો રહીશ: જીંદગીભર સભ્યપદેથી ગેરલાયક ઠરાવાય, જેલમાં નખાય તો પણ પુછીશ- મોદી-અદાણીનો સંબંધ શું છે?
◙ સંસદમાં મારી સામે આક્ષેપ થયા તો જવાબ આપવાનો સમય પણ ન અપાયો: અધ્યક્ષે કહ્યું હું કંઈ કરી શકું નહી
◙ તેઓ કયારેક ઓબીસી મુદો તો કયારેક વિદેશી મુદો ઉઠાવે છે: અદાણી મુદાથી બળવાનો પ્રયાસ થાય છે: રાહુલ
નવી દિલ્હી: સુરત અદાલત દ્વારા મોદી-સરનેમ મુદે બે વર્ષની જેલ સજા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવાયા બાદ આજે પ્રથમ વખત પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સીધો આરોપ મુકયો હતો કે મારા આગળના ભાષણથી ડરી જઈને અને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે પણ હું પ્રશ્નો પૂછતો રહીશ અને ફરી પૂછું છું કે મોદી-અદાણી વચ્ચે શું સંબંધ છે!
રાહુલે તેનું સભ્યપદ છીનવાઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કરી ભાજપ અને સરકાર સામે નવો મોરચો ખોલી નાંખ્યો છે. તેઓએ માફી માંગવાનો પણ ઈન્કાર કરતા કહ્યું કે હું ગાંધી છું સાવરકર નથી કે માફી માગું. મારા નવા ભાષણ પુર્વે જ તેઓ ડરી ગયા હતા જે અદાણી પર હું બોલવાનો હતો તેઓ ડરી ગયા હતા જે હું તેની આંખોમાં જોઈ શકયો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સંસદસભ્ય રહું કે ન રહું જેનાથી મને કોઈ ફર્ક પડતો નથી. હું સવાલ પૂછવાનું બંધ કરીશ નહી. હું ભરતીના લોકતંત્ર માટે લડતો રહું છું અને લડતો રહીશ. તેમણે કહ્યું કે સમજ એક જ છે નફરત કે હિંસાને તેમાં કોઈ સ્થાન નથી. ભાજપ અદાણી મુદા પરથી ધ્યાન ભટકાવવા કોશીશ કરે છે. કયારેક ઓબીસી મુદા પર વાત કરશે. કયારેક વિદેશી યાત્રાની વાત કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હું રાજનીતિમાં કોઈ ફેશન કરવા નહી પણ તપસ્યા માટે આવ્યો છું.
રાહુલે કહ્યું કે, મને અયોગ્ય જાહેર કરે મારે પીટે- જેલમાં નાંખે પણ હું ડરતો નથી. રાહુલે કહ્યું કે હું પ્રશ્ન પૂછીશ કે મોદી-અદાણીને શું સંબંધ છે! રૂા.20000 કરોડ રૂપિયા કોના છે! તેઓ સંસદમાં મારી સામે જુઠુ બોલ્યા કે એ વિદેશી તાકાતોની મદદ માંગી. મે અધ્યક્ષને જણાવ્યું હતું કે સંસદનો નિયમ છે કે કોઈ સદસ્ય સામે આક્ષેપો થાય તો તેને જવાબ આપવાનો અધિકાર મળે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી સદસ્યતા રદ કરીને તેઓએ વિપક્ષને ફાયદો કરાયો છે. હું સાચુ બોલવા માટે દરેક કિંમત ચૂકવવા માટે તૈયાર છું. મને જીવનભર સંસદસભ્ય બનવા માટે ગેરલાયક ઠરાવવામાં આવે, મને જેલમાં નાંખવામાં આવે પણ હું સાચુ બોલવાનું છોડીશ નહી. સરકાર માટે ભારત એ અદાણી છે અને અદાણી એ ભારત છે પણ મારા માટે ભારત એ ભારત જ છે.
રાહુલ ગાંધી નખ કાપીને શહીદ થવાની કોશીશ કરે છે: ભાજપનો વળતો પ્રહાર
કોંગ્રેસના ધારાશાસ્ત્રીમાંથી ફોજે કેમ ચૂકાદા સામે તાત્કાલીક ‘સ્ટે’ ના માંગ્યો! પ્રશ્ન
રાહુલ ગાંધીએ આજે કરેલા આક્ષેપો પર વળતો જવાબ આપતા ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધી નખ કાપીને શહીદ થવાની કોશીશ કરે છે. રાહુલનું સભ્યપદ રદ થવા મુદે મને સજા થવા મુદે રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાસે ધારાશાસ્ત્રીઓની મોટી ફોજ છે. તેઓ શું કરતા હતા તેમણે મોદી સમાજનું અપમાન કર્યુ છે જે એક વિશાળ ઓબીસી વર્ગ છે.
રાહુલને કોઈની ટીકા કરવાનો અધિકાર છે પણ ગાળ દેવાનો નહી! કોર્ટે તેમને માફી માંગવાની તક આપી હતી પણ તેમણે માંગી નહી. કોંગ્રેસ પક્ષે રાહુલ મામલે સ્ટે મેળવવાની પણ કોશીશ કરી નહી. દેશમાં કાનૂન છે કે તમોને બે વર્ષ કે તેથી વધુ સજા થાય કે તુર્ત જ તમો ધારાસભ્ય કે સાંસદ પદેથી ગેરલાયક બની જાવ છો. શું કોંગ્રેસ પક્ષમાં રાહુલ મુક્ત કોંગ્રેસનો કોઈ પ્લાન છે તેવો સીધો પ્રશ્ન તેમણે પૂછયો હતો.
લોકસભા અધ્યક્ષને મે બે પત્રો લખ્યા, જવાબ ન આપ્યો: રાહુલ
મને બોલવા દેવા અંગે કહ્યું કે હું કંઈ કરી શકું નહી: અધ્યક્ષ સામે પ્રશ્ન
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે કહ્યું કે, સંસદમાં મારી સામે કરાયેલા આક્ષેપોનો જવાબ આપવા મે લોકસભા અધ્યક્ષને બે વખત પત્ર લખ્યા હતા પણ મને જવાબ અપાયો નહી. હું અધ્યક્ષને મળવા ગયો તો પણ જવાબ મળ્યો નહી અને ફકત મારા સામે સ્મિત કર્યુ હતું અને કહ્યું હતું કે હું કંઈ કરી શકુ નહી. મને સંસદમાં બોલવા દેવાયો ન હતો.
હું કોઈથી ડરતો નથી: સાવરકર નહી ગાંધી છું: રાહુલનો હુંકાર
આજે રાહુલ ગાંધીએ તેઓ માફી નહી માંગે. તેઓ સંસદનું સભ્યપદ ન્યાયી કે જેલમાં જવાથી ડરતો નથી તેવું જણાવતા ઉમેર્યુ કે હું સાવરકર નહી ગાંધી છું. હું કોઈનાથી ડરતો નથી. હું મારા મુદા ઉઠાવાનું ચાલુ રાખીશ.
આ OBC થી મોદી-અદાણીનો મુદો છે: ભાજપને રાહુલનો જવાબ
ચૂંટણીમાં OBC મુદો ઉછાળવાની ભાજપની મન્શા પર પ્રશ્ન
રાહુલ ગાંધીએ ‘મોદી-સરનેમ’ મુદે કરેલા વિધાનો બદલ તેમને બે વર્ષની જેલ સજા અને લોકસભા સભ્યપદ રદ કરાવ્યા બાદ ભાજપ હવે મોદી એટલે કે ઓબીસી સમુદાયનું રાહુલ ગાંધીએ અપમાન કર્યુ છે તેવો મુદો ચગાવનારી તૈયારીમાં છે અને આગામી સમયમાં કર્ણાટક સહિતના રાજયોની ચૂંટણીમાં ભાજપ આ રીતે કોંગ્રેસ વિરુદ્ધ ઓબીસી મુદો ઉછાળવાની જે રણનીતિ બનાવી રહી છે તેના પર જવાબ આપતા રાહુલે કહ્યું કે આ ઓબીસી મુદો નહી મોદી અને અદાણીનો મુદો છે અને હું ફરી પ્રશ્ન પૂછું છું કે મોદી-અદાણી વચ્ચે શું સંબંધ છે. આમ ભાજપના એ ગેઈમ-પ્લાનને પણ ઉંધો વાળવા પ્રયાસ કર્યો કે રાહુલે ઓબીસીનું અપમાન કર્યું છે.
રાહુલ ગાંધી શું-શું બોલ્યા ?
► માફી નહીં માંગુ, કોઇથી ડરતો નથી.
► અદાણીને મોદી કેમ બચાવે છે ? 20,000 કરોડનું રોકાણ કોનું છે ? ચીનના નાણાં છે. બધાય કેમ બચાવ કરે છે. મોદી-અદાણીના સંબંધો જુના છે. અદાણી પર સવાલની સજા મળી છે.
► સત્ય જ બોલુ છે. સત્યના માર્ગે ચાલતો રહીશ. દેશહિત માટે અવાજ ઉઠાવીને સવાલ કરતો રહીશ.
► વાત ઓબીસીની નથી, અદાણી-મોદી મુદે ધ્યાન ભટકાવવા પ્રયાસ.
► સંસદમાં અદાણી મુદો ન ઉઠાવી શકુ એટલે તત્કાલ હટાવાયો. મોદી મારા ભાષણથી ડરે છે.
► મારું નામ ગાંધી છે. સાવરકર નહીં.
► ભારતમાં લોકશાહી પર આક્રમણ.
► સંસદમાં સભ્ય હોઉં કે નહીં ફર્ક નથી પડતો
► મારા ભાષણનો ભાગ હટાવાયો હતો.