કરાંચી તા.25
પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે વિધાનસભા ભંગ બાદ બે રાજયોમાં 90 દિવસમાં ચૂંટણી યોજવા આદેશ કર્યો હોવા છતાં એપ્રિલ-મે માસ બાદ ઓકટોબરમાં ચૂંટણી યોજવાનો નિર્ણય લેતા સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નાણા વિભાગ પાસે ચૂંટણી યોજવા નાણા નહીં હોવાથી ચૂંટણી પાછી ઠેલી હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.
પાકિસ્તાનનાં ચૂંટણી વિભાગે પંજાબ સહિતનાં બે રાજયોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોવાથી પંજાબ સહિત બે રાજયોમાં વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરતા સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું છે કે નાણા વિભાગ પાસે ચૂંટણી ખર્ચના નાણા નહીં હોવાથી ચૂંટણી સ્થગિત કરી છે. પાકિસ્તાનની પીએમએલએન સરકાર હાલ ચૂંટણી કરવા રાજી નહીં હોવાથી ઈમરાનખાનની મુશ્કેલીમાં વધારો થયો છે.