મોદી એટલે ભ્રષ્ટાચાર: ભાજપ નેતા ખુશ્બુ સુંદરનું જુનુ ટ્વીટ વાયરલ

25 March 2023 04:22 PM
India Politics
  • મોદી એટલે ભ્રષ્ટાચાર: ભાજપ નેતા ખુશ્બુ સુંદરનું જુનુ ટ્વીટ વાયરલ

નવી દિલ્હી, તા. 25 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શુક્રવારે સંસદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ અંગેની સૂચના પણ બહાર પાડવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે ગુજરાતના સુરતની એક કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. હવે જ્યારે રાહુલે સંસદ સભ્ય રદ કરી દીધું છે,

ત્યારે બીજેપી નેતા ખુશ્બુ સુંદરનું એક ટવીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. ખુશ્બુ સુંદરનું આ ટવીટ 2018નું છે, જ્યારે તે કોંગ્રેસમાં હતી. તેણે પોતાના એક ટવીટમાં લખ્યું- અહીં મોદી, ત્યાં મોદી, જ્યાં જુઓ ત્યાં મોદી પરંતુ આ શું છે? દરેક મોદીની સામે ભ્રષ્ટાચાર અટક છે... મોદી એટલે ભ્રષ્ટાચાર... ચાલો મોદીનો અર્થ ભ્રષ્ટાચાર કરીએ.

અભિનેતામાંથી રાજનેતા બનેલા ખુશ્બુ સુંદરના આ ટવીટ પર કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. પાર્ટીના નેતાઓએ પૂછયું છે કે શું પૂર્ણેશ મોદી હવે ખુશ્બુ સુંદર સામે માનહાનિનો કેસ કરશે? . ખુશ્બુ સુંદર મહિલા આયોગ ની સભ્ય છે. આ પહેલા ખુશ્બુ સુંદરે રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ કરવા પર એક ટવીટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું- મનમોહન સિંહ 2013માં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વટહુકમ લાવવા માંગતા હતા, પરંતુ રાહુલ ગાંધીએ તેને ફાડી નાખ્યો હતો. વિડંબના એ છે કે આજ નિર્ણયથી તેમનું સભ્યપદ ગયું છે.


Related News

Advertisement
Advertisement