નવી દિલ્હી,તા.25 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી હાંકી કાઢવાના પગલાની વિશ્ર્વભરના મીડીયાએ નોંધ લીધી છે અને અમેરીકી પ્રતિષ્ઠિત અખબાર ન્યુયોર્ક ટાઇમ્સે તો એમ લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા આખરી રાષ્ટ્રીય નેતાઓ પૈકીના એક એવા રાહુલ ગાંધીને સંસદમાંથી હટાવી દેવાયા છે.
વિદેશી અખબારોએ રાહુલ ગાંધીની હકાલપટ્ટની લીધેલી નોંધ પ્રકાશિત કરેલા સમાચારો શશી થરૂરે ટવીટ કરીને દર્શાવ્યા છે અને ટવીટમાં એવુ લખ્યું કે, તેઓએ અવાજ દબાવવાની કોશીશ કરી પરંતુ હવે દુનિયાના દરેક ખુણે ભારતનો અવાજ સંભળાય રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના સમાચારની નોંધ ગાર્જીયન ઓસ્ટ્રેલીયા, સ્પેનિશ ટેલેમુનડો, જર્મનીના ફેંકર્સ્ટર આલેમેને, સાઉદી અરેબીયાના અશરફ ન્યુઝ, ફ્રાંસના આરએફઆઇ, સીએનએન બ્રાઝીલ સહિતના પ્રતિષ્ઠિત મીડીયાએ નોંધ લીધી છે.