Online Shopping : રાજ્યના આ બે શહેરોમાં મેટ્રો સીટી કરતા 60% વધુ ઓર્ડર

28 March 2023 09:53 AM
Jamnagar Gujarat Rajkot Saurashtra Technology Woman
  • Online Shopping : રાજ્યના આ બે શહેરોમાં મેટ્રો સીટી કરતા 60% વધુ ઓર્ડર

◙ ટીયર-ટુથી ટીયર-4 સીટીમાં હવે રીટેલને હંફાવે છે ઓનલાઈન શોપર્સ

◙ બદલતો જતો ટ્રેન્ડ; હવે ભવિષ્યની સંભવિત ખરીદી માટે પણ ઓનલાઈન રીસર્ચ કરી લેવાય છે: ફલીપકાર્ટ-એમેઝોનને પણ સ્પર્ધાનો સામનો કરવો પડે છે

◙ મહિલાઓ માટે પસંદગી બાદ બીજા ક્રમે ડીલવરી ટાઈમ અને રીટર્ન પોલીસી વધુ મહત્વની

◙ પુરૂષ શોપર્સ કવોલિટી- ઈએમઆઈ અને રીવ્યુ પર વધુ સર્ચ કરે છે: સીનીયર સીટીઝન એક પ્લેટફોર્મને વધુ વફાદાર રહે છે

રાજકોટ: જેમ શોપીંગ-વિન્ડોશોપીંગ આનંદ આનંદ આપે છે તેમ ઈ-કોમર્સ વેબસાઈટ પર સર્ફીંગ પણ એક આનંદ બનતો જાય છે અને હવે તેમાં આગળ વધતા ઈ-શોપીંગ એક આવશ્યકતા પણ બની ગઈ છે. ફકત મોટા- મેટ્રો સીટીમાં નહી પણ સુરતથી રાજકોટ અને જામનગરથી હવે જુનાગઢ અને તેનાથી આગળ તાલુકા મથકના શહેરોમાં પણ ઈ-કોમર્સ ડિલીવરી પહોંચી જતા અહી આ ઓર્ડરમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

હાલમાં જ આઈઆઈએમ અમદાવાદ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં તો નિશ્ચિત થયું કે દિલ્હી-મુંબઈ જેવા મેટ્રો સીટી જે દેશમાં ઈ-શોયર્સના હબ ગણતા હતા તેની સાથે અમદાવાદ પણ સ્પર્ધા કરવા લાગે છે અને તેનાથી પણ વધુ રસપ્રદ બાબત એ છે કે દેશના મેટ્રો સીટી જે ઈ-શોપીંગ ખર્ચ કરે છે જેમાં રાજકોટ-સુરત જેવા ટીયર-ટુ સીટીનો સમાવેશ થાય છે. તે હવે મેટ્રો સીટી કરતા 60% વધુ ખર્ચ ઈ-શોપીંગમાં કરે છે. આ અંગે એક રાષ્ટ્રવ્યાપી સર્વે કરાયો હતો જેમાં સુરત-વડોદરા-રાજકોટ-જામનગર અને વલસાડનો પણ સમાવેશ કરાયો હતો.

આમ છેક ચોથા વર્ગ સુધીના શહેરોને આવરી લેવાયા હતા. ભારતમાં ઈ-શોપીંગ માટેની જે તક છે તે પણ વધતી જાય છે અને હવે ટીયર-વન સીટી કરતા ટીયર 2-3 તથા 4 ના શહેરો 77% વધુ ખર્ચમાં ઈ-શોપીંગ માટે કરે છે. શોપીંગમાં હંમેશા મહિલાઓને ટોણા સાંભળવા પડતા હોય છે પણ જયારે ઈ-શોપીંગનો પ્રશ્ન આવે છે તો મહિલાઓ કરતા પુરુષોની સંખ્યા 36% વધુ હતી અને 33% ગ્રાહકો દર બે-ત્રણ દિવસે ઈ-શોપીંગ વેબસાઈટ પર જાય છે અને સરેરાશ ખર્ચ રૂા.1500નો હોય છે.

ઈ-કોમર્સ વેબસાઈટ તેના ગ્રાહકોની પસંદગીનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને તેની સમક્ષ નવા-નવા પ્રોડકટ ઓનલાઈન બ્રાઉઝર વચ્ચે રજૂ કરતા જ રહે છે. એઈજ ગ્રુપની વાત કરીએ તો 35 વર્ષ કે તેની આસપાસની ઉંમરના ગ્રાહકોમાં 50% ફેશન-કલોથ બુથ સહિતની વેરાઈટી ખરીદે છે. કોવિડકાળ બાદ ઓનલાઈન શોપીંગમાં મોટો વધારો થાય છે. પુરુષો તેના કાઈ ઈલેકટ્રોનીક ગુડસના શોપીંગ પુર્વે ઈ-કોમર્સ વેબસાઈટ પર થશે. પ્રોડકટસ અને તેના ભાવ વિ.ની માહિતી મેળવી પછી તે ઓફલાઈન માર્કેટમાં જઈને બાદમાં ખરીદીનો નિર્ણય લે છે.

ઓનલાઈન શોપીંગ પસંદ વધતી વયની
► પરિવારો જયારે ઓનલાઈન શોપીંગ કરે તો તેઓ ખાસ કરીને ઉપયોગીતાની સાથે ડીલવરી ટાઈમ અને રીટર્ન પોલીસી ખાસ જુએ છે. પુરુષો ગુણવતા- ઈ.એમ.આઈ.નો વિકલ્પ અને રીવ્યુ પર જાય છે.
► શોપીંગમાં જયારે વિસ્તૃત પસંદગીની ઉત્પાદન ખરીદવાના હોય તો સીનીયર સીટીઝન ઓનલાઈન વધુ પસંદ કરે છે.
► યુવાવર્ગ ઓનલાઈન શોપીંગ કરવું ના હોય તો પણ શું નવું છે કયા સસ્તુ છે, શું ઓફર છે તે વધુ જોવે છે અને પછી ભવિષ્યની ખરીદીમાં તે ડેટા તે મહત્વ આપે છે.
► ઓફલાઈન તે બદલે ઓનલાઈનનો ક્રેઝ શા માટે તેનો જવાબ છે ભાવ-માર્કેટમાં સ્પર્ધા હોવા છતાં પણ ભાવમાં પારદર્શકતા નથી અને ઉત્પાદન અંગે પુરી જાણકારી મળતી નથી. નેગેટીવ રીવ્યુ તો મળતા જ નથી.


Related News

Advertisement
Advertisement