નેપિયર ઘાસમાંથી બાયોસીએનજી, ફર્ટીલાઇઝર અને બાયોકોલ બનાવીને મેળવી મોટી સફળતા

28 March 2023 12:04 PM
Jamnagar
  • નેપિયર ઘાસમાંથી બાયોસીએનજી, ફર્ટીલાઇઝર અને બાયોકોલ બનાવીને મેળવી મોટી સફળતા

♦ ડો. અબ્દુલ કલામ સાહેબના સ્વપ્ન અને મિશનને પૂર્ણ કરતાં વૈજ્ઞાનિકો

♦ મિશન અંતર્ગત ધ્રોલ-જોડીયા તાલુકાના તમામ ગામોના ખેડૂતોનો સેમિનાર યોજાયો

જોડીયા, તા.28
દેશના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબનું સ્વપ્ન હતું કે 2030 સુધીમાં ભારતને ઇંધણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવું. દેશના દુર્ભાગ્યે શ્રી કલામે વહેલી વિદાય લઈ લીધી પરંતુ તેના વિઝન અને મિશનને પૂરું કરવા તેઓને જ પોતાનો આદર્શ માનતા એવા મુંબઈના પૂર્વ ડેપ્યુટી કલેકટર ડો. શ્યામ શિવાજી ઘોલપ અને તેમની વૈજ્ઞાનિકો અને એન્જિનિયર ની ટીમે વર્ષોના પ્રયાસ અને અને કુનેહ થી કલામના સ્વપ્નને પોતાનું મિશન બનાવી આ કાર્ય ને પાર પાડ્યું અને નેપિયર ઘાસ (હાથી ઘાસ) માંથી બાયો સી. એન.જી., રાંધણ ગેસ, ઓર્ગેનિક ફર્ટલાઇઝર અને બાયોકોલ બનાવી મોટી સફળતા હાંસલ કરી છે. ધરતીમાતા, પ્રકૃતિમાતા અને સમગ્ર સૃષ્ટિ ને પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ થી બચાવવાને જ પોતાનો જીવન મંત્ર બનાવનાર ડો.શ્યામ ઘોલપ અને ટીમે દેશ દુનિયાની જરૂરિયાત ને પહોંચી વળવા સ્થાનિક ખેડૂતો ને જ ભાગીદાર બનાવી ને ભારત ના દરેક તાલુકા દીઠ એક સી.એન.જી.પ્લાન્ટ અને 5 થી 10 બાયોકોલ પ્લાન્ટ સ્થાપવાની ભગીરથ કામગીરી આદરી દીધી છે.

આ મિશન અંતર્ગત ધ્રોલ અને જોડીયા તાલુકાના તમામ ગામોના ખેડૂતોનો સેમીનાર ઉમિયા પાર્ટી પ્લોટ, ધ્રોલ ખાતે મહંત નારાયણદાસજીના આશીર્વાદ તળે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતમાં અને ધ્રોલ, જોડિયાના એમ પી. ઓ. સર્વશ્રી મહેન્દ્ર આણદાણી,લતીપુર, ગિરિરાજસિંહ જાડેજા, ગઢડા તથા સહદેવસિંહ જાડેજા, ખીરીનાં આયોજન તળે યોજાઇ ગયો. બંને તાલુકાના 250 જેટલા અગ્રણીઓ તથા એમ.વી.પી. ઓ એ રસ પૂર્વક એમ.સી. એલ. (મીરા ક્લીન ફ્યુલ લિમિટેડ) વિશે જાણકારી મેળવી અને તેના મિશન માં જોડાવા માં રાસ દાખવ્યો હતો.

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂતો ને આ નવા કંશેપ્ટ ને સ્વીકારી શરૂઆતથી જ જોડાનાર લોકોનો વિકાસ જડપ થી થતો હોય છે એમ જણાવી આધુનિક શોધ અને ટેકનોલોજી ને આવકારી અને સ્વીકારવા માટે ભલામણ કરતા પ્રધાનમંત્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ ને દોહરાવ્યો હતો. તાલુકાઓના તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખો, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, તાલુકા તથા જિલ્લા પંચાયત ના સદસ્યો, સહકારી મંડળીઓ નાં પ્રમુખો, દૂધ મંડળીઓ ના પ્રમુખો એ આ મિશન ને સહકાર આપવાની ખાત્રી આપવા સાથે ખેડૂતો ને આગળ આવવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રીએ કંપની ના ઓર્ગેનિક ખેતીના મિશનને આવકારતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી ની ઓર્ગેનિક ખેતીનો પ્રશંસા કરી હતી. કંપનીના બી. ડી. એ. ચંદુભાઈ રૈયાણી અને દિનેશભાઈ વિરડયા એ કંપનીની કામગીરીની સંપૂર્ણ માહિતી આપી હતી. અનેક તાલુકાના એમ.પી. ઓ. એ હાજરી આપી હતી.


Advertisement
Advertisement