(ભરત ગોહેલ) જામજોધપુર, તા. ર8
જામજોધપુરમાં રાજકીય નેતાઓમાં ચૂંટણી પછીના સમયમાં નાણાકીય ઉછાળો આવ્યો હોય દિવસે ન વધે તેમ રાત્રે પૈસાનો ફુગાવો આ વા નેતાઓ પાસે વધતો જાય છે રાજકારણમા આવીને કરોડપતિ થઈ ગયેલ આવા નેતાઓ પાસે હાલ મતનો જનાધાર ચાલ્યો ગયો હોય રાજકીય પક્ષોને ફાયદો થતો નથી ત્યારે આગામી દિવસોમાં ઘણા રાજકીય નેતા શહેરની રાજકીય નેતાગીરીની કમાન લેવા જુથવાદનું શીતયુદ્ધ ચલાવી રહેલ છે.
ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણીને લઇ આવા નેતા બહાર-વાતુ કરે છે કે મારે નગરપાલિકાની ચૂંટણી લડવી નથી પણ ચર્ચાતી વિગત મુજબ રાજકારણમા આવ્યા પછી જેમની પ્રગતિ થઈ કરોડપતિ થઈ ગયેલા નેતા પડ્દા પાછળથી ઉમેદવારોની પેનલ બનાવી રહેલ છે. જ્યારે ભૂતકાળમા નબળા રોડ અંગે જવાબદાર એન્જીન યરો કે કોન્ટ્રાકટરોનો ઉદ્યડો લેનાર નેતા ગણ તેમજ વીજીલન્સની તપાસની માગણી કરનાર નેતાઓ તથા રજુઆત કરનાર નેતાઓ આ પ્રકરણે કેમ ચુપ થઈ ગયા કે પછી પ્રજાની સાથે રહેવાની બદલે ટીકીટ કપાવવાની બીક લાગે છે ત્યારે અત્યારથી પોતાની નગરપાલિકાની ટીકીટ પાકી સમજતા આવા નેતાઓ ટીકીટ મળશે તો રાજકીય ગજગ્રાહ પણ ફાટી નીકળશે તેવું ચર્ચાય રહેલ છે.