ભાણવડમાં સ્થાનિક નગરપાલિકા તંત્રની કહેવાતી બેદરકારી સામે આવી છે. શહેરમાં રણજીતપરા વિસ્તારમાં પીવાના પાણી માટે સપ્લાઈ કરતા વાલ્વમાં કોઈ ક્ષતિ રહી જતા એકાએક પાણીનો ધોધ છુટયો હતો, હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. હાલમાં ઉનાળાનું આગમન થઈ ચૂકયું છે. શહેરીજનોને ચોથા અથવા પાંચમાં દિવસે પાણી વિતરણ થાય છે. ત્યારે તંત્રની બેદરકારીથી જે પાણીનો વેડફાટ થયો છે જેનાથી લોકોમાં નારાજગી છવાઈ હતી, બરાબર ચાર રસ્તા વચ્ચે પાણી વિતરણના વાલ્વમાંથી એકાએક પાણી વહી જતા રસ્તા ઉપર ચોમાસા જેવો માહોલ થયો હતો. (તસ્વીર: મનિષ ઘેલાણી-ભાણવડ)