મુંબઈ તા.28
‘પઠાન’નરી બોકસ ઓફિસ પર જબરદસ્ત સફળતા બાદ શાહરુખ ખાને વિશ્વની વૈભવી મનાતી કાર રોલ્સ રોયસ કલ્લીનેન બ્લેક બેડ્ઝને ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા છે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો શાહરુખ ખાન તેના બંગલામાં બ્રાન્ડ ન્યુ રોલ્સ રોયસ કલ્લીનેન બ્લેક બેડઝ એસયુવી લઈને આવ્યો હતો. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા છે. ઈન્સ્ટાગ્રામ યુઝરે શાહરુખ ખાન તેના બંગલા મન્નતની બહાર નવી કાર ડ્રાઈવ કરતો હોવાનો વીડિયો શેર કર્યો હતો. આ વૈભવી કારનો રંગ આર્કટીક વ્હાઈટ છે. અને તેના નંબર 0555 છે.
અહેવાલો મુજબ શાહરુખ ખાન પાસે રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોફીડ કોપ (કિંમત 7 કરોડ રૂપિયા) કાર છે. ઉપરાંત બેન્ટલી કોન્ટીનેન્ટલ જીટી (કિંમત 4 કરોડ રૂપિયા) કાર પણ તે ધરાવે છે. રિપોર્ટ મુજબ તેની પાસે મોંઘીદાટ કાર બુગાટી વેરોન પણ છે, જેની કિંમત 14 કરોડ રૂપિયા છે. શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં તેની સામે સાઉથની હીરોઈન નયન તારા ચમકે છે.