મુંબઇ
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ છેલ્લા એક મહિનાથી બ્રિટનમાં અલી અબ્બાસ જફરની સાથે મેગા બજેટ એકશન એન્ટરટેઇનર ફિલ્મ બડે મિયા છોટે મિયાનું નોન સ્ટોપ શુટીંગ કરી રહયા છે. ગત સપ્તાહે શુટીંગ દરમ્યાન અક્ષય કુમારને એકશન સિકવન્સ દરમ્યાન ઘુંટણમાં ગંભીર ઇજા થઇ હતી. તેમ છતા તેણે શુટીંગ રોકયું નહોતું. ચાલુ રાખ્યુ હતું.
અક્ષય કુમારને ઘુંટણ ઉપરાંત આંગળામાં પણ ગંભીર ઇજા થઇ છે. આ કારણે તે છડીનો સહારો લઇને ચાલી રહયો છે. પરંતુ ઇજા થવા છતા તેણે શુટીંગ ચાલુ રાખ્યું છે અને સાવધાની સાથે એકશન સિકવન્સ શુટ કરી રહયો છે.
હાલમાં યુકેમાં જે શુટીંગ થઇ રહયું છે તે એક મોટી એકશન સિકવન્સ છે. જેના માટે મેકર્સ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહયા છે. એક સુત્રના જણાવ્યા અનુસાર આ એકશન સિકવન્સ હોલીવુડના સ્ટન્ટ ડાયરેકટર ક્રેગ મૈક્રેએ ડિઝાઇન કરી છે. અક્ષય કુમારે જણાવ્યું હતું કે, નિર્માતાએ આ શુટીંગ માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જો શુટીંગમાં બ્રેક લઉં તો કામ ઠપ્પ થઇ જાય.