નવી દિલ્હી, તા.29 : વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપ મુખ્યાલયથી પાર્ટી માટે નવા આવાસિય પરિસરનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન મોદીએ આવાસિય પરિસરના નિર્માણમાં મજૂર કરનાર મજૂરો, કારીગરો સાથે પણ મુલાકાત કરી હતી. આ પરિસર ભાજપ મુખ્યાલયની સામે પાર્ટી પદાધિકારીઓ માટે બનાવવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે- ભાજપના કેન્દ્રીય કાર્યાલયના વિસ્તારની દેશભરના ભાજપના કાર્યકર્તાઓનો ઘણો જ આભાર વ્યક્ત કરું છું. 2018માં મેં કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે આ કાર્યાલયની આત્મા અમારા કાર્યકર્તાઓ છે. આજથી થોડાં દિવસ પછી આપણી પાર્ટી 44મો સ્થાપના દિવસ મનાવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે- આ ભવન વિસ્તાર પાર્ટીનું પ્રગતિનું પ્રતીક છે. આજે ભાજપ માત્ર વિશ્વની સૌથી પાર્ટી નથી પરંતુ ભારતની સૌથી ફ્ચૂયરિસ્ટિક પાર્ટી છે. પાર્ટી દક્ષિણ ભારતમાં સતત મજબૂત થઈ રહી છે, આજે નોર્થ ઈસ્ટમાં 4 મુખ્યમંત્રી છે. આજે અનેક રાજ્યોમાં આપણને 50%થી વધુ મત મળે છે. આજે ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથ પશ્ચિમ સુધી ભાજપ એકમાત્ર પેન ઈન્ડિયા પાર્ટ છે. મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે- આજે તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ભ્રષ્ટાચારીઓના મૂળિયા હલી ગયા છે.
તમામ ભ્રષ્ટાચારી એકજૂથ થઈ રહ્યાં છે. અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું. કેટલાંક પક્ષોએ ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરુ કર્યું છે. બંધારણિય સંસ્થાઓ પર હુમલાઓ થઈ રહ્યાં છે. ન્યાયપ્રણાલી પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યાં છે. કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠી રહ્યાં છે. કોંગ્રેસના શાસન દરમિયાન બેંકોને લૂંટવામાં આવી. તેમના આરોપોથી દેશ થંભી નહીં જાય.
ભાજપને મિટાવવા માટે અનેક ષડયંત્રો થયા. મને પણ જેલમાં નાખવા માટે જાળ પાથરવામાં આવ્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. આજે હું જ્યાં પણ જઉં છું તો લોકો કહે છે કે મોદીજી રોકાતા નહીં.વડાપ્રધાને કહ્યું કે પરિવારના કબજાવાળી પાર્ટીઓ વચ્ચે ભાજપ એક એવી પાર્ટી છે જે યુવાનોને ખુલ્લું મેદાન આપે છે. આપણે ત્રણ વાતોનું ધ્યાન રાખવું પડશે. દરેક કાર્યકર્તાઓએ ધ્યાન રાખવાનું છે. પહેલું છે અધ્યન, બીજું છે આધુનિકતા અને ત્રીજું છે વિશ્વભરની સારી વાતોને આત્મશાત કરવાની શક્તિ મળે.
2016ની વડાપ્રધાનની આ તસ્વીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ચારેય દિશાઓના રાજયોમાં ભાજપની વિજયપતાકા ફરકી રહી છે. તેઓએ ગઈકાલે દિલ્હીમાં ભાજપના આવાસીય પરીસરનું ઉદઘાટન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએજ 18 ઓગષ્ટ 2016ના રોજ પાર્ટીના નવા હેડકવાર્ટરનું ભૂમિપૂજન કર્યુ હતું તે વખતની તસ્વીર.