નવી દિલ્હી તા.29 : મોદી સરનેમ વિવાદમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરાયા બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે લોકસભાએ આજે એનસીપીના સાંસદ મોહમ્મદ ફૈઝલનું રદ કરેલુ સભ્યપદ આજે પુન: બહાલ કર્યુ હતું. કેરળની એક અદાલતે સાંસદ મોહમ્મદ ફૈઝલને હત્યાના આરોપમાં 10 વર્ષની જેલ સજા ફટકારાઈ હતી
► હત્યા કેસમાં 10 વર્ષની જેલસજાના ચૂકાદા સામે હાઈકોર્ટમાં થયેલી રીટ સફળ
પરંતુ આ સામે તેઓએ કેરળ હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા હાઈકોર્ટે તેમની સજા સામે સ્ટે આપ્યો હતો અને તે મુદે હજુ સુપ્રીમ કોર્ટમાં કાનુની જંગ ચાલે છે તે વચ્ચે જ આજે લોકસભા સચીવાલયે એક નોટીફીકેશન બહાર પાડીને મોહમ્મદ ફૈઝલનું સભ્યપદ પુન: સ્થાપિત કર્યુ છે તેઓ લક્ષદ્વીપના સાંસદ છે અને એ સૂચક છે કે ફૈઝલે તેની સજા સામે સુપ્રીમ કોર્ટમાં પણ એક રીટ કરી છે અને તેમાં ગઈકાલે જ સર્વોચ્ચ અદાલતે એવી ટીપ્પણી કરી હતી કે સભ્યપદ રદ થવાથી તેમના મૌલિક અધિકારોનું હનન કઈ રીતે થાય છે.
► હાઈકોર્ટ દ્વારા સજા સામે સ્ટે અપાતા અગાઉ રદ કરાયેલું સભ્યપદ પુન: સ્થાપિત કરતું લોકસભા સચિવાલય
જો કે સર્વોચ્ચ અદાલત કોઈ ચૂકાદો આપે તે પુર્વે જ કર્ણાટક હાઈકોર્ટે તા.25 જાન્યુ.ના તેમની સજા સામે સ્ટે આપ્યો હતો અને તે સમયે જ ફૈઝલે પોતાની સદસ્યતા પુન: સ્થાપીત કરવા લોકસભા સચીવાલયને જણાવ્યું હતું. લોકસભા સચીવાલયે હવે મોહમ્મદ ફૈઝલને પુન: સાંસદ તરીકેનું સ્થાન આપ્યું છે. જો કે સુપ્રીમ કોર્ટમાં આજે જ તેમના પર વધુ સુનાવણી થનાર છે.
સુપ્રીમમાં સુનાવણી થાય તે પુર્વે જ લોકસભા સચિવાલય એકશનમાં આવ્યું
નવી દિલ્હી તા.29 : મોહમ્મદ ફૈઝલે તેમનું સભ્યપદ રદ થવા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર હજુ સુનાવણી ચાલુ છે. તા.25 જાન્યુ.ના રોજ હાઈકોર્ટે મોહમ્મદ ફૈઝલની સજા સામે સ્ટે આપ્યો હતો અને તે બાદ ફૈઝલે તે સ્ટે ની નકલ સાથે લોકસભા સચીવાલય સમક્ષ પોતાનું સભ્યપદ પુન: સ્થાપીત કરવા માંગ કરી હતી.
ગઈકાલે જ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફની ખંડપીઠે આ મુદા પર વિચારણા કરવા માટે આજનો દિવસ નિશ્ર્ચિત કર્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટે એવો પ્રશ્ન પૂછયો હતો કે સાંસદની સજા સામે સ્ટે હોવા છતાં પણ તેઓને પુન: સભ્ય બનાવાયા નથી તે તબકકે સુપ્રીમ કોર્ટે એવો પ્રશ્ન પૂછયો કે તમારે કયાં મૌલિક અધિકારોનું હનન થયું છે. હવે આ મુદે આજે સુનાવણી થશે.