મુંબઈ: એસએસ રાજામૌલીની ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આરઆરઆર’માં મહત્વની ભૂમિકા ભજવી લોકપ્રિય થનાર એકટર રામચરણને તેની જ ડેબ્યુ અને એસએસ રાજામૌલી નિર્દેશીત સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘મગ્ધરા’ની હિન્દી રિમેક માટે ઓફર થઈ હતી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તેણે આ ઓફર ઠુકરાવી હતી. ‘મગ્ધીરા’ 2009માં આવેલી બ્લોક બસ્ટર તેલુગુ મુવી છે.
બોલિવુડ એકટર અનિલ કપુર આ ફિલ્મથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેની ઈચ્છા હતી કે આ ફિલ્મના હિન્દી રિમેક બને. તાજેતરમાં તેણે પોતાના નિર્માતા નિર્દેશક ભાઈ બોની કબૂરને ‘મગ્ધીરા’ની રિમેક બનાવવાની વાત કરેલી. જોકે રામચરણે હિન્દી રિમેકમાં કામ કરવાનો ઈનકાર કર્યો હતો.
મ મુલાકાતમાં રામચરણે જણાવ્યું હતું કે, મને ચોકકસ ખબર નથી કે ‘મગ્ધીરા’ની હિન્દી રિમેક બનશે. થોડા સમય પહેલા હું અનિલ કપુરને મળેલો અને ત્યારે તેણે મને કહેલું કે હું મારા ભાઈ બોનીને ‘મગ્ધીરા’ની રિમેક આપની સાથે બનાવવાનું કહીશ પણ મેં તેને કહેલું કે મને ખબર નથી કે હું રિમેકમાં કામ કરીશ કે નહીં. ‘મગ્ધીરા’ એક સુંદર ફિલ્મ છે તે ફરીથી ન બની શકે. ઉલ્લેખનીય છે કે ‘મગ્ધીરા’ એક ફેન્ટેસી ડ્રામા ફિલ્મ હતી. જેમાં કાજલ અગ્રવાલ હીરોઈન હતી.