◙ બોલિવુડનું વાતાવરણ-કલ્ચર કરણ જેવા ઈર્ષાળુથી બગડયું: કંગના
મુંબઈ: પ્રિયંકા ચોપરાની બોલિવુડમાં ઘણી સારી કેરિયર ચાલી રહી હતી, આ સ્થિતિમાં જયારે પ્રિયંકાએ બોલિવુડ છોડીને હોલિવુડમાં કેરિયર બનાવવાનો ફેસલો કર્યો ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત હતા. હવે વર્ષો બાદ પ્રિયંકાએ આ મામલે ચુપ્પી તોડી છે.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે દેશી હિટ્સની અંજલિ આચાર્યએ તેનો એક મ્યુઝિક વીડિયો જોયો હતો અને મને ફોન કર્યો હતો કે શું તે અમેરિકામાં પોતાની મ્યુઝિક કેરિયર બનાવવામાં રસ રાખે છે. પ્રિયંકાએ કહ્યું હતું કે એ સમયે તે બોલિવુડમાંથી નીકળવાની ફિરાકમાં હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે મને ઈન્ડસ્ટ્રીમાં એક ખૂણામાં ધકેલવામાં આવી રહી હતી. લોકો મને કાસ્ટ નહોતા કરી રહ્યા મને લોકો સામે ફરિયાદ હતી.
હું તે ‘ગેમ’ રમવામાં ખુશળ નહોતી. હું એ પ્રકારના પોલિટિકસથી થાકી ગઈ હતી અને મને એક બ્રેકની જરૂર હતી. પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે આ મ્યુઝિકે મને દુનિયાના બીજા ભાગમાં જવાનો મોકો આપ્યો. પ્રિયંકા કહે છે-હું એ ફિલ્મો માટે નહોતી તરસતી, જેને હું કરવા નહોતી માગતી, પરંતુ ત્યારે મારે કેટલીક કલબ અને લોકોના કેટલાક જૂથોને આકર્ષિત કરવાની આવશ્યકતા હતી, મેં ત્યારે ઘણા સમય સુધી કામ કરી લીધું હતું. તો મને નહોતું લાગ્યું કે હું તેને કરવા ઈચ્છું છું. એટલે જયારે મ્યુઝિકની ઓફર આવી તો મેં કહ્યું, ભાડમાં જાવ, હું તો ચાલી અમેરિકા.
પ્રિયંકાના આ ચોંકાવનારા ખુલાસા બાદ બોલિવુડની આખા બોલી એકટ્રેસ કંગના રનૌતે કરણ જોહર પર નિશાન સાધી ટવીટ કયુર્ં- પ્રિયંકાને કહેવું છે કે બોલિવુડના લોકોએ તેની સામે જૂથ બનાવી લીધું છે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કાઢી નાખી. બધા જાણે છે કે કરણ જોહરે તેને બાન કરી દીધી હતી. મીડિયાએ પર કરણ જોહર સાથે પ્રિયંકાના મનદુ:ખ વિષે ઘણું લખેલું. કારણ કે શાહરુખ સાથે તેની દોસ્તી હતી. તેને એટલી હદે પરેશાન કરાઈ કે તેણે ભારત છોડીને જવું પડયું.
કંગનાએ આટલેથી ન અટકતા કરણ જોહર પર વાર કરતા કહ્યું કે આ અપ્રિય, ઈર્ષાળુ, મતલબી અને ઝેરિલા વ્યકિતએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનુ કલ્ચર, વાતાવરણને બરબાદ કરી નાખ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અમિતાભ કે શાહરુખ જેવા આઉટ સાઈડર્સના દિવસોમાં બહારના લોકો માટે બિલકુલ આવી નહોતી આ માણસની ગેંગ અને માફિયા પીઆર પર દરોડા પાડવા જોઈએ અને બહારના લોકોને પરેશાન કરવા માટે તેને જવાબદાર ઠેરવવા જોઈએ.