VIDEO: કર્ણાટકની પ્રજા ધ્વનિ યાત્રામાં કોંગ્રેસના અધ્યક્ષનો રૂપિયા ઉડાડતો વિડીયો વાયરલ

29 March 2023 05:16 PM
India Politics
  • VIDEO: કર્ણાટકની પ્રજા ધ્વનિ યાત્રામાં કોંગ્રેસના અધ્યક્ષનો રૂપિયા ઉડાડતો વિડીયો વાયરલ

બેંગ્લોર તા.29 : કર્ણાટકનાં શ્રી રંગાપરનામાં કોંગ્રેસની પ્રજા ધ્વનિ યાત્રામાં કોંગ્રેસના અધ્યક્ષનો રૂા.500ની નોટો ઉડાડતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારનો સોશ્યલ મીડિયામાં વિડીયો ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે. જેમાં માંડયામાં પ્રજા ધ્વની યાત્રામાં ડીકે શિવકુમાર બસ ઉપરથી કલાકારો પર રૂા.500-500ની નોટ ઉડાડી હતી જે વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અગાઉ પણ ડીજીપી પ્રવિણ સુદ બાબતે વિવાદાસ્પદ નિવેદન બાબતે ચર્ચાતા રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement