ચીનના પડકારોનો સામનો કરવા અમેરિકાએ સંરક્ષણ બજેટ વધાર્યું

29 March 2023 05:31 PM
India World
  • ચીનના પડકારોનો સામનો કરવા અમેરિકાએ સંરક્ષણ બજેટ વધાર્યું

ગત વર્ષની તુલનામાં 13 ટકા વધારો કરી રક્ષા ખર્ચ માટે રૂા.69 લાખ કરોડની ફાળવણી

વોશિંગ્ટન (અમેરિકા) તા.29
ચીનના વધતા જતા પડકારોનો સામનો કરવા માટે અમેરિકાએ તેનું સંરક્ષણ બજેટ વધારીને 69 લાખ કરોડ કર્યુ છે. અમેરિકી રક્ષા મંત્રી લોયડ જે ઓસ્ટીને કહ્યું હતું કે ચીનના પડકારોને જોતા નાણાકીય વર્ષ 2024ના બજેટમાં રક્ષા ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે.

એટલે કે બજેટમાં રક્ષા ક્ષેત્ર પર ખર્ચ કરવા માટે 69 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અમેરિકી રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે ચીનના પડકારોનો સામનો કરવાની સાથે સાથે જ હિન્દ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સૈન્ય તાકાત વધારવા અને અમેરિકાના સહયોગીઓ સાથે વધુ યુદ્ધ અભ્યાસ કરવા પર પણ ફોકસ રહેશે.

ગત વર્ષની તુલનામાં રક્ષા બજેટમાં 13 ટકા વધારો: અમેરિકી રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે આ રણનીતિક બજેટ છે અને ચીનની પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઈનાના પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. ગત વર્ષની તુલનામાં રક્ષા બજેટમાં 13.4 ટકાનો વધારો કરાયો છે.


Related News

Advertisement
Advertisement