કોરોના સારવાર માટે નવો પ્રોટોકોલ: 9 દવા હટાવાઈ

30 March 2023 11:16 AM
India Top News
  • કોરોના સારવાર માટે નવો પ્રોટોકોલ: 9 દવા હટાવાઈ

► મહામારીએ ફરી માથુ ઉંચકતા સરકાર સતર્ક

નવી દિલ્હી તા.30 : ભારતમાં કોરોનાના સંક્રમણમાં ફરી વધારો થવા લાગ્યો છે. ત્યારે કોરોના સંક્રમિતો માટેની એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ માટે સરકારે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓને પ્રોટોકોલમાંથી બહાર કરવામાં આવી છે તેમાં એઝીથોમાઈસીન, ડોકસીસઈકલીન, મોનોકલોનલ, એન્ટીબોડી, આઈવર મેકટીનનો પણ સમાવેશ થાય છે આ દવાઓના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે.

► આઈસીએમઆર-એઈમ્સે સંયુકત રીતે પ્રોટોકોલ તૈયાર કર્યો; તમામ રાજયોને અમલ કરવા તાકીદ

પાટનગર દિલ્હી સ્થિત આઈસીએમઆર તથા એઈમ્સ દ્વારા સંયુકત રીતે કોરોના સારવાર માટે નવો પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે,કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ નવા પ્રોટોકોલને રાજયોને મોકલવામાં આવ્યો છે અને તેના આધારે જ સારવાર કરવાની સુચના આપવામાં આવી છે. નવા સુધારેલા કોરોના પ્રોટોકોલમાં સંક્રમિતોની સારવાર માટે ત્રણ કેટેગરી નિયત કરવામાં આવી છે. હળવા લક્ષણો ધરાવતા દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવા ઉપરાંત જોખમ વધવાની સ્થિતિ વિશે પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓ માટે બીજી કેટેગરી છે. આ દર્દીઓને સ્ટેરોઈડ યુકત દવા નહિં આપવાની સલાહ આપવામાં આવી છે.દર્દીની હાલત બગડે તો એચઆર સીટી કરાવી શકાશે.પ્રોટોકોલ મુજબ 24 થી 48 કલાક દરમ્યાન સીઆરપી, એલએફટી, કેએફટી તથા ડીડાયમર જેવા બ્લડ પેરામીટર પર દેખરેખ જરૂરી રહેશે. ત્રીજી કેટેગરીમાં કોરો;નાના ગંભીર દર્દીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેઓએ દરરોજ છ એમજીની ડેકસમેથોસન નિયત કરવામાં આવી છે.

► દર્દીઓની ત્રણ કેટેગરી: એન્ટીબાયોટીક દવાના ઉપયોગ માટે નિયમ; સ્ટેરોઈડયુકત દવા નહિં આપવા સૂચના

પ્રોટોકોલમાં સ્પષ્ટ કરાયું છે કે સ્યેરોઈડ યુકત દવાઓના સેવનતી કોરોના સિવાય અન્ય સંક્રમણનું પણ જોખમ ઉભૂ થાય છે અને જાનનો ખતરો ઉભો થઈ શકે છે. નવા પ્રોટોકોલમાં એવી સલાહ આપવામાં આવી છેકે કોરોના દર્દીઓને રેમડેસીવર તથા ટોસિલીજુમૈબ દવામાં ખાસ કાળજી રાખવાની રહેશે. તમામ દર્દીઓને આ દવા આપવાની જરૂર નથી. ચોકકસ સ્થિતિ સંજોગોમાં જ આપવાની રહેશે.કારણ કે તેની સાઈડ ઈફેકટ ઘણી છે.


Related News

Advertisement
Advertisement