સૂર્યમાં વિશાળ કોરોનલ હોલ દેખાયું: પૃથ્વી પર જીઓ મેગ્નેટીક-સ્ટોર્મની અસર થશે

30 March 2023 11:18 AM
India World Top News
  • સૂર્યમાં વિશાળ કોરોનલ હોલ દેખાયું: પૃથ્વી પર જીઓ મેગ્નેટીક-સ્ટોર્મની અસર થશે

પૃથ્વીની 20 ગણા મોટા હોલ મળી પ્રતિ કલાક 1.8 મિલિયન માઈલથી જવાળાઓ આગળ વધે છે

વોશિંગ્ટન: પૃથ્વી પર સતત વધતા જતા તાપમાનમાં ગ્રીન-હાઉસ ગેસ એટલે કે જે રીતે કાર્બન ડાયોકસાઈડ સહિતના વાયુપ્રદુષણ વધી રહ્યા છે તે ઉપરાંત સુર્ય હવે વધુ ‘કોપાયમાન’ બન્યો હોવા અંગે પણ ચિંતા છે તે વચ્ચે અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ સૂર્યમાં એક અત્યંત મોટું ‘કારોનલ-હોલ’ શોધી કાઢયું છે.

જે પૃથ્વી કરતા 20 ગણું મોટુ છે અને તે હોલ મારફત પૃથ્વી પર 1.8 મીલીયન માઈલ પ્રતિ કલાકની ઝડપે આગ જવાળાઓ કરતા અનેક ગણો વધુ સોલાર-વિન્ડ-સૂર્ય- પવન ફુંકાશે. જે પૃથ્વીને વધુ દઝાડશે. સૂર્યમાં અવારનવાર સોલાર તોફાન સર્જાય છે. જેની જવાળાઓ પૃથ્વી પર ફુંકાય છે પણ આ કોરોનલ હોલ વધુ ઘાતક સાબીત થઈ શકે છે. અમેરિકાની ફેડરલ એજન્સી નેશનનું ઓસેનિક એન્ડ એટયોસ્પીપરીક એડમીનીસ્ટ્રેશન એ હવે જીઓમેગ્નેટીક સ્ટ્રોમ એટલે કે ભુચુંબકીય તોફાન આવવાની શકયતા પણ દર્શાવાઈ હતું.

જે ઉપગ્રહ, પ્રણાલી, ઈન્ટરનેટ સિસ્ટમ અને વિજગ્રીડને અસર કરશે અને હાલ આ સોલાર સ્ટ્રોમ 1.8 મીલીયન માઈલ પ્રતિ કલાકના દરે આગળ વધે છે. જે આવતીકાલે પૃથ્વીને દઝાડવાનું શરૂ કરી દેશે. હવે તેની સંભવિત અસર અંગે નિષ્ણાંતો ચિંતા કરી રહ્યા છે. નાસાની સોલાર ડાયનામિકલ ઓબ્ઝવેટરી દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement