શેરબજારના ટ્રેડીંગમાં હવે ‘નાણાં બ્લોક’ની સુવિધા

30 March 2023 11:28 AM
India Top News
  • શેરબજારના ટ્રેડીંગમાં હવે ‘નાણાં બ્લોક’ની સુવિધા

► માર્કેટ રેગ્યુલેટર સેબીની બોર્ડ મીટીંગમાં મહત્વની દરખાસ્તોને લીલીઝંડી

મુંબઈ તા.30 : શેરબજારના ઈન્વેસ્ટરોને છેતરપીંડીથી બચાવવા ટ્રેડીંગમાં નાણા વ્યવહારો સરળ કરવા, કોર્પોરેટ કંપનીઓને વધુ પારદર્શી બનાવવાની દિશામાં માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા શ્રેણીબદ્ધ નિર્ણયો લેવામાં આવ્યા છે. સેબીની બોર્ડ મીટીંગમાં અનેક મહત્વની દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી હતી. આઈપીઓની જેમ સેકન્ડરી માર્કેટમાં પણ ટ્રેડીંગ કરતા ઈન્વેસ્ટરોને નાણાં ટ્રાન્સફર કરવાના બદલે બેંકમાં જ નાણા બ્લોક કરવાની સુવિધા આપવાની દરખાસ્ત મંજુર રાખવામાં આવી હતી.

► ઈન્વેસ્ટરોને છેતરપીંડીથી બચાવવા-બ્રોકર્સ દ્વારા નાણાંનો ગેરઉપયોગ રોકવાનો વ્યુહ

આ પગલાથી ઈન્વેસ્ટરોના નાણાંનો બ્રોકરો દુરૂપયોગ નહિં કરી શકે. બ્રોકરોએ ઈન્વેસ્ટરોના સરપ્લસ નાણાં રોજેરોજ કલીયરીંગ કોર્પોરેશનને આપી દેવા પડશે. શેરબજારનાં ઈન્વેસ્ટરો તથા ક્રેડીટર્સને વધુ અધિકારો-તાકાત આપવાના ઉદેશ્ય સાથે નિર્ણયો લેવામાં આવ્યા છે. એક મહત્વનો નિર્ણય માર્કેટની અસ્થિરતાથી તકલીફમાં મુકાતા ફિકસ્ડ-ઈન્કમ મ્યુચ્યુઅલ ફંડો માટે 33,000 કરોડના ફંડ સાથેનું માળખુ તૈયાર કરાશે.વૈકલ્પિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે તેનું માળખુ ઘડાશે અને સંચાલન એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કરશે.30,000 કરોડ સરકાર આપશે.જયારે 3000 કરોડ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ આપશે. સેબી દ્વારા ખાનગી સહિતના ઈકવીટી ફંડોને ‘ફંડ હાઉસ’ શરૂ કરવા મંજુરી આપી હતી.

► માર્કેટની ઉથલપાથલથી તકલીફમાં મુકાતા ડેટ ફંડ માટે રૂા.33000 કરોડનું ફંડ: ખાનગી ક્ષેત્રને પ્રવેશની છુટ્ટ

હાલ મ્યુચ્યુઅલ ફંડ માત્ર બેંન્કો, નોન-બેંકીંગ ફાઈનાન્સીયલ, કંપનીઓ અને કોર્પોરેટને જ છૂટ્ટ છે. આ કદમથી સ્પર્ધા વધવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લીસ્ટેડ કંપનીઓ માટે પર્યાવરણ સામાજીક અને સંચાલનમાં રેગ્યુલેટરી વ્યવસ્થાને મંજુરી આપવામાં આવી હતી. કોર્પોરેટ માટેની મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત લીસ્ટેડ કંપનીઓના બોર્ડમાં કાયમી સમયની વ્યવસ્થા પર પૂર્ણ વિરામ મુકવાનું નકકી કરાયું છે.અર્થાત બોર્ડમાં કોઈ કાયમી સભ્ય નહિં રહી શકે. આ સિવાય માર્કેટમાં કંપનીઓ વિશે કોઈ અફવા ફેલાય તો તેના વિશે ચેતેશ્ર્વર તત્કાળ કરવી પડશે. અફવા સાચી છે કે ખોટી તે જાહેર કરવુ પડશે.

સેબીના નિર્ણયો
* કંપનીઓ બોનસ જાહેર કરતાં પૂર્વે શેરબજારની મંજુરી લેવી પડશે
* મ્યુચ્યુઅલ ફંડમાં ઈએસજીની અલગ કેટેગરી
* આઈપીઓ, એફપીઓના અંડર રાઈટીંગ નિયમો કડક
* પ્રાયમરી માર્કેટની જેમ સેક્ધડરી માર્કેટમાં ટ્રેડીંગ માટે નાણાં બ્લોકની સુવિધા
* બોર્ડ મીટીંગના નિર્ણયો જાહેર કરવાની સમય મર્યાદામાં ઘટાડો
* નાણા વર્ષ 2027 થી ટોપ 1000 કંપનીઓને ઈએસજી ફાઈલીંગ કરવી પડશે.
* મ્યુચ્યુઅલ ફંડોનાં ટ્રસ્ટીઓના અધિકાર તથા જવાબદારી વધારવાની દરખાસ્ત મંજુર
* અદાણી મામલે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરાશે
* ઈન્વેસ્ટરોના સરપ્લસ નાણાં દિવસના અંતે કલીયરીંગ હાઉસને આપવા પડશે
* બ્રોકીંગ હાઉસમાં ગેરરિતિ-કૌભાંડ માટે જવાબદારી નકકી કરતા નિયમો મંજુર


Related News

Advertisement
Advertisement