ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) તા.30 : મહારાષ્ટ્રનાં છત્રપતિ સંભાજીનગરનાં કિરાડપુરા વિસ્તારમાં બે સંપ્રદાયનાં જુથ વચ્ચે અથડામણ થતા સામસામો પથ્થરમારો થયો હતો અને રામ મંદિરની બહાર ડઝનબંધ વાહનોને આગ લગાવી જોરદાર તોડફોડ કરી હતી. પોલીસે ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. તનાવને ફેલાતો રોકવા ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
બે યુવકોના ઝઘડા બાદ મામલો બે સંપ્રદાયોની અથડામણમાં પરીણમ્યો હતો. ખબરો મુજબ કિરાડપુરા વિસ્તારમાં સાંપ્રદાયીક નારા લગાવવાને લઈને યુવકોનાં બે જુથો વચ્ચે મારામારી બાદ સ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ હતી. ત્યારબાદ પથ્થરમારો થયો હતો અને પોલીસના, વાહનો સહીત અન્યોનાં વાહનોમાં આગ લગાડવામાં આવી હતી.
રામમંદિરને નુકશાન નહિં: દરમ્યાન એઆઈએમઆઈએમનાં રાષ્ટ્રીય પાર્ષદ મોહમ્મદ નસીરૂદીને રામ મંદિરની અંદરનો વીડીયો શેર કરીને કહ્યું હતુંકે કેટલી ખોટી ખબરો ફેલાવવામાં આવી હતી કે કેટલાંક બદમાશોએ મંદિર પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઔરંગાબાદના સાંસદ ઈમ્તીયાઝ જલીલ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શહેરમાં શાંતિ જાળવી રાખવા બન્ને સમુદાયોને અફવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે હિન્દુ ભાઈઓ માટે રામનવમી મહત્વપૂર્ણ તહેવાર છે.
આ શહેરમાં એક સાથે ઉજવે છે. કિરાડપુરમાં જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. અહી કેટલાંક આસામાજીક તત્વો શાંતિભંગ કરવાની કોશીશ કરી રહ્યા હતા. જોકે સારી વાત એ છે કે રામમંદિર અને પુજારીઓને કોઈ નુકશાન નથી થયુ. મંદિર અંદરનાં અન્ય સેવકો પણ સુરક્ષીત છે. સાંસદે જણાવ્યું હતું કે તોફાન કરનારા તત્વો નશાખોર હતા. પોલીસ આ ઘટનામાં કોમ્બીંગ ઓપરેશન શરૂ કરે.અપરાધીઓને કડક સજા કરવામાંહ આવે સીસીટીવીન તપાસ કરવામાં આવે.આ મામલે પોલીસે અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કર્યા છે.સીસીટીવીની તપાસ થઈ રહી છે. દોષિઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.