માધવપુર મેળા માટે 70 એસ.ટી.બસની વ્યવસ્થા

30 March 2023 12:01 PM
Porbandar Dharmik Saurashtra
  • માધવપુર મેળા માટે 70 એસ.ટી.બસની વ્યવસ્થા

શનિવારે રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા જામકંડોરણાથી ઉપડતી બસોમાં નિ:શુલ્ક મુસાફરી

પોરબંદર,તા.30 : પોરબંદરના માધવપુરઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો ચૈત્રસુદનવમી, 30મી માર્ચ થી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમ અને એક ભારત અને શ્રેષ્ઠભારતના પ્રતીક સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આરાષ્ટ્રીય મેળામાં નિ:શુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુએ 70 બસોની વ્યવસ્થા કરી છે. પહેલી એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારો માંથી માધવપુરજવા માટે આ બસો ઉપડશે.

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે, મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને 10બસો, ગોંડલ પ્રાંતને 14બસો, જેતપુર પ્રાંતને 18બસો, ધોરાજી-ઉપલેટા તે મજજામકંડોરણા માટે 28 બસો ફાળવવામાં આવી છે. મેળામાં જવા માટે અત્યાર સુધીમાં 1439 જેટલા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અ ઉપરાંત શહેરની વિવિધ હવેલીઓ, ઈસ્કોનમંદિર, મુરલીમનો હરમંદિર, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો પણ મેળામાં જવા માટેઉત્સુક છે.

આ માટે જિલ્લાના વિવિધપ્રાંત અધિકારીઓ દ્વારા વિવિધસંગઠનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં આસંસ્થાઓના અગ્રણીઓએ આરાષ્ટ્રીય મેળામાં જવા બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો. મહત્ત્વનું છે કે, માધવપુરના મેળા માટે રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી શ્રી કે.જી. ચૌધરી તેમજ પ્રાંત-2અધિકારી શ્રી સંદી પવર્માનેફીલ્ડડ્યૂટી સોંપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી વિવેકટાંકને કંટ્રોલરૂમની જવાબદારીસોંપવામાં આવી છે. શ્રદ્ધાળુ ઓની મુસાફરીની સુગમતા માટે નાયબ મામલતદારા તેમજ વિવિધ ક્લાર્કને પણ ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત બસદીઠ સુપરવાઈઝર પણ મુકવામા ંઆવશે.


Related News

Advertisement
Advertisement