► H3N2 વાયરસ વિલન: ફલુ થનારને હૃદયરોગની શકયતા: છ ગણી વધી જાય છે: રીપોર્ટ
નવી દિલ્હી: ગુજરાત સહિત દેશભરમાં યુવા વર્ગ સહિતના લોકોને ઓચિંતા જ હૃદયરોગના હુમલા અને મૃત્યુના સતત વધતા જતા કેસમાં લોંગ-કોવિડની અસર હોવાનો ઘટસ્ફોટ થયો છે અને કોવિડના કારણે વ્યક્તિના આંતરિક અંગો ખાસ કરીને હૃદય પર પણ અસર થઈ હતી. જે હવે હૃદયરોગનું કારણ બની છે. નિષ્ણાંત કાર્ડીયોલોજીસ્ટ ઘણા લોકોને વધુ પડતી એકસરસાઈઝ (કવાયત) નહી કરવા કે પછી કાયમી પ્રેકટીસ ના હોય તો તેવી શ્રમભરી રમત મર્યાદીત જ રાખવા સલાહ આપી છે.
એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે એચ-3 એન-2 વાયરલ જે હાલમાં દેખાયો છે તે પણ આ પ્રકારના કેસમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. દેશમાં ફલુના જે કેસ વધતા જાય છે તેમાં એક વખત આ પ્રકારના ફલુનો ભોગ બનનાર વ્યક્તિને હૃદયરોગની શકયતા છ ગણી વધુ રહે છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે ઓચિંતા જ અને યુવા વયે આવતા હૃદયરોગ એ સરકાર માટે પણ ચિંતા છે અને આ પ્રકારના વધેલા કેસોમાં ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ અભ્યાસ કરી રહી છે. રીપોર્ટ આગામી બે માસમાં આવી જશે.
શ્રી માંડવીયાએ જણાવ્યું કે કોવિડ બાદ ઓચિંતા જ હૃદયરોગના હુમલાના કેસ વધ્યા છે. હવે તેમાં કોવિડની ભૂમિકા- વેકસીનની ભૂમિકા અને કોમોર્બીડીટીની સ્થિતિ શું જવાબદાર છે તેમાં ડેટા સરકાર પાસે છે. અમોએ આ અંગે રીપોર્ટ આપવા ચાર માસ પુર્વે જણાવ્યું હતું. જેમાં છ માસનો સમય લાગશે અને તે રીપોર્ટ આવ્યા બાદ કોઈ મહત્વની માહિતી મળશે. ઉપરાંત દિલ્હી એઈમ્સ દ્વારા પણ ઓચિંતા જ હૃદયરોગથી થતા મૃત્યુના ડેટા પર અભ્યાસ કરી રહી છે પરંતુ હાલમાં જે માહિતી ઉપલબ્ધનથી કે અધુરા અભ્યાસ વગરના ડેટા છે.
તેનાથી આ પ્રકારના મૃત્યુમાં લોગ-કોવિડ કે વેકસીન કે પછી કોમોર્બીડીટી જવાબદાર છે તે નિશ્ર્ચિત થશે અને ખાસ કરીને કોવિડ બાદની સ્થિતિનો અભ્યાસ થશે. નેધરલેન્ડમાં યુનિ. મેડીકલ સેન્ટરના એક અભ્યાસ મુજબ આ પ્રકારનો અભ્યાસ જરૂરી છે જે ફલુ વેકસીનેશન પ્રોગ્રામ અંગે નિર્ણય લેવાશે તથા જેઓને ફલુ થયો છે તેઓને હૃદયરોગની સંભવિત સ્થિતિ પણ ચકાસી શકાશે. આ ઉપરાંત હૃદયરોગના પ્રાથમીક સંકેત અંગે લોકોથી લઈને તબીબો સુધી જાગૃતિની જરૂર હોવાનું દર્શાવે છે.
શું કારણ જવાબદાર?
કોવિડ-વેકસીનેશન કોમોર્બીડીટી- શું જવાબદાર તે અંગે બે માસમાં રીપોર્ટ આવશે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની માહિતી તમામ ડેટા સરકાર પાસે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ દ્વારા હાલના વધેલા કેસનો પણ અભ્યાસ થઈ રહ્યો છે. ફલુ-વેકસીન પ્રોગ્રામ અંગે પણ નિર્ણય