રાજકોટ તા.30
સમગ્ર રાજયમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. સતત ગત બે દિવસ આંક 300 વટાવ્યા બાદ વધારો થતા 401 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 401 પોઝીટીવ કેસ સામે 241 દર્દીઓ સ્વસ્થ થયા છે.
આરોગ્ય વિભાગના દૈનિક બુલેટીનના સતાવાર આંક મુજબ રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-144, સુરત-45, વડોદરા-43, રાજકોટ-42, મોરબી-22, મહેસાણા-16, અમરેલી-14, ગાંધીનગર-12, બનાસકાંઠા-8, આણંદ-7, જામનગર-6, પોરબંદર-સુરેન્દ્રનગર 4-4, દાહોદ, દ્વારકા, મહીસાગર, પંચમહાલ 1-1 અને કચ્છ-9 સહિત 401 પોઝીટીવ કેસ નોંધાયા છે.
જયારે અમદાવાદ-124, સુરત-21, રાજકોટ-20, વડોદરા-10, મોરબી-17, અમરેલી-13, કચ્છ-5 સહિત 241 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. રાજયમાં હાલ 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2128 દર્દીઓ સારવાર હેઠળ છે. સમગ્ર રાજયમાં ફરી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.