ફુલ બજારમાં તેજી: ચૈત્રી નવરાત્રી, રામનવમી તહેવારોમાં વપરાશ વધતા માંગમાં ઉછાળો

30 March 2023 03:28 PM
Rajkot Saurashtra
  • ફુલ બજારમાં તેજી: ચૈત્રી નવરાત્રી, રામનવમી તહેવારોમાં વપરાશ વધતા માંગમાં ઉછાળો

ધાર્મિક અનુષ્ઠાનો, સપ્તાહ, સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ફુલોનો વપરાશ વધુ: ભાવ 50થી 70 ટકા વધ્યા

રાજકોટ તા.30
હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રી ચાલુ છે. અનેક મંદિરોમાં માતાજીની પુજા અર્ચના થઈ રહી છે. ત્યારે તહેવારોમાં તપાસ કરીને ભગવાનની પુજા અર્ચનામાં વપરાતા ફૂલનો વપરાશ વધી ગયો છે. તેની સાથે ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. સામાન્ય દિવસો કરતા હાલ ગુલાબ, ગોટાનું ફુલનો વપરાશ વધુ થાય છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી બાદ હવે ફુલોના ભાવ ડબલ થઈ ગયા છે.

હાલ હિન્દુ ધર્મના અનેક તહેવારો ચાલુ છે. ચૈત્રી નવરાત્રી સાથે આવતીકાલે રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત અનેક સ્થળોએ ભાગવત સપ્તાહ, અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. ફુલ એક એવી વસ્તુ છે. ધાર્મિક કાર્યક્રમોમાં અનિવાર્ય વપરાશ થાય છે. તહેવારની સાથે ઉનાળાની કાળઝાળ ગરમી પણ ફુલોના વાવેતરને અસર કરી રહી છે. ગરમીના કારણે અનેક ફૂલો બગડી જવાની સંભાવના પણ હોય છે. વહેલી સવારે 3-30 કલાકે ફુલોની બજાર શરૂ થાય અને 6 કલાકે તમામ સ્ટોક પૂરો થઈ જાય છે. માંગ એટલીં છે કે આવક ઠલવાય છે તેવી તાત્કાલીક નીકાલ થઈ જાય છે.

સામાન્ય દિવસો કરતા 50થી 70 ટકા ભાવમાં વધારો થયો છે. સાથે ભગવાનની ભકિત પણ મોંઘી બની છે. દસ દિવસ પહેલા જે ભાવ હતા તેમાં ડબલ કરતા પણ વધુ ભાવ વધારો થયો છે. ભગવાન કે માતાજીની પુજા અર્ચના કરવા માટે લોકો મોટા પ્રમાણમાં ફુલ અને હારનો ઉપયોગ કરતા હોય છે. દરેક પ્રકારના ફૂલો મોંઘા થયા છે. સાથોસાથ ફુલની ખેતી કરતા ખેડૂતોને પણ મોટો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે અનેક ફુલોનું વાવેતર બળી ગયું છે તેમજ મુરજાય ગયું છે.

છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે તેની સીધી અસર ફુલોની ખેતી પર પડી છે. અનેક ખેતરોમાં વાવેતર ધોવાય ગયું છે. માવઠા બાદ તહેવારોની સીઝન શરૂ થઈ છે. આથી માંગ અને પુરવઠા પર અસર જોવા મળી રહી છે. ગુલાબ, ગલગોટા, લીલી ડમરા, હજારી ગલ, મોગરા સહિતની અનેક ફૂલોની બજારમાં જબરી માંગ છે.


Related News

Advertisement
Advertisement