રાજકોટ તા.30 : ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ તરીકે એડવોકેટ દેવન મહેન્દ્રભાઈ દેસાઈ અને એડવોકેટ મોક્ષા કિરણ ઠકકરની નિમણુંક થઈ છે. સુપ્રિમ કોર્ટની કોલેજિયમે કરેલી ભલામણના આધારે કેન્દ્ર સરકારે બન્ને એડવોકેટની જજ તરીકે નિમણુંકને મંજૂરી આપી છે. સુપ્રિમ કોર્ટની કોલેજિયમે હાઈકોર્ટમાં સાત નવા ન્યાયાધીશોની નિમણુંક માટે તા.2 માર્ચના રોજ એક પ્રસ્તાવ કર્યો હતો. જે પૈકી પાંચ નામ નીચલી કોર્ટના જજોના હતા અને બેનાં નામ એડવોકેટસના હતા. પ્રથમ પાંચેય નીચલી કોર્ટના ન્યાયાધીશોને કેન્દ્ર સરકારની મંજુરી મળી જતા તેમણે ગોપનીયતાના શપથ લીધા હતા. હવે કોલેજિયમની ભલામણ પર બન્ને એડવોકેટની જજ તરીકેની નિમણુંકને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.