અહીના જહાંગીરપુરી વિસ્તારમાં રામનવમીની યાત્રા કાઢવાની મંજુરી ન અપાઈ હોવા છતા હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
દેશભરમાં રામનવમીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે અને ઠેરઠેર શોભાયાત્રા નીકળી રહી છે. ત્યારે અહીના જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રાની મંજુરી નહોતી અપાઈ. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે રામનવમીનાં અવસરે ભગવાન શ્રીરામની શોભાયાત્રા અને રમઝાનને લઈને પાર્કમાં નમાઝ અદા કરવાનાં કાર્યક્રમને મંજુરી આપવાનો પોલીસે ઈન્કાર કર્યો હતો તેમ છતા હિન્દૂ સંગઠનોએ શોભાયાત્રા કાઢતા કડક પોલીસ બંદોબસ્ત હેઠળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 16 એપ્રિલ 2022 ના રોજ હનુમાન જન્મોત્સવ પ્રસંગે જહાંગીરપુરીમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાને લઈને દિલ્હી પોલીસે આ વખતે શોભાયાત્રાને મંજુરી નહોતી આપી.