બેંગ્લોર: કર્ણાટકમાં ધારાસભા ચૂંટણી જાહેર થતા જ રાજકીય દાવપેચ પણ શરૂ થઈ ગયા છે અને આગામી માસમાં ચૂંટણી જાહેરનામા સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે તે સમયે પુર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા રાજયમાં ફરી એનું વર્ચસ્વ સ્થાપવા જબરો દાવ ખેલવાની તૈયારીમાં છે.
શ્રી યેદીયુરપ્પાને ભાજપે ચૂંટણી સમીતીના વડા બનાવ્યા છે અને તેઓએ પુર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયા સામે ખુદ યેદીયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રને ચૂંટણી લડાવવા માટે દાવ ફેકે તેવા સંકેત છે. સિદ્ધરમૈયા મૈસુરની યરૂણા બેઠક પરથી ચૂંટણી લડનાર છે.
તેઓએ હાલ તેના પુત્ર યતિન્દ્ર ધારાસભ્ય છે. હાલમાં જ કર્ણાટકમાં મુસ્લીમોની 4% અનામત છીનવી લેવાતા અને તે લીંગાપત અને વોકકાલીંગા સમુદાયને અપાતા યેદીયુરપ્પા સામે શિવમોગામાં જબરો વિરોધ થયો છે. અગાઉ યેદીયુરપ્પા એ જાહેરાત કરી હતી કે તેમનો પુત્ર શિવમોગામાં લડશે.