દિલ્હીમાં અગાઉ મોદી હટાવ, દેશ બચાઓ પોસ્ટર લાગ્યા હતા અને તે હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, પંજાબી સહિત 11 ભાષામાં લગાવાયા હતા તો ફરી એક વખત નવા વિવાદી પોસ્ટર લગાવાયા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતની સામે પ્રશ્ર્ન ઉઠાવાયો છે.
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લગાવાયેલા પોસ્ટરમાં એવો પ્રશ્ન પૂછાયો છે કે શું ભારતને ભણેલા-ગણેલા વડાપ્રધાન ન જોઇએ? જોકે બાદમાં દિલ્હી પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને આ પોસ્ટર હટાવી દીધા હતા.