તમિલનાડુમાં ‘દહીં’શબ્દ પર રાજકારણ ગરમાયું: સીએમ બોલ્યા-અમારા પર હિન્દી ના થોપો

30 March 2023 04:40 PM
India
  • તમિલનાડુમાં ‘દહીં’શબ્દ પર રાજકારણ ગરમાયું: સીએમ બોલ્યા-અમારા પર હિન્દી ના થોપો

► ‘દહીં’માટે જવાબદાર લોકોને દક્ષિણના રાજયોમાંથી હાકી કઢાયા: સ્ટાલીન

► એફએસએલએઆઈએ દહીના પેકેટ પર હિન્દીમાં દહી લખવાનો નિર્દેશ કરતાં સ્ટાલિન આગ બબુલા થઈ ગયા

ચેન્નાઈ,તા.30
તમિલનાડુમાં હવે ‘દહી’ પર રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયુ છે અને આ મામલે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને હુંકાર ભણ્યો હતો કે દહીના પેકેટો પર ‘દહીં’શબ્દ લખાવીને અમારા પર હિન્દી ન થોપવામાં આવે.સ્ટાલિને તો ત્યાં સુધી કહી દીધુ હતું કે આના માટે જવાબદાર લોકોને દેશના દક્ષિણ ભાગમાંથી ‘નિર્વાસીત’ કરવામાં આવશે.

ખરેખર તો આ વિવાદની શરૂઆત ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક ઓથોરીટી (એફએસએલએઆઈ) ના એક આદેશથી શરૂ થયો છે.મીડીયા રિપોર્ટ અનુસાર એફએસએસએઆઈએ પોતાના એક આદેશમાં કર્ણાટક મિલ્ક ફેડરેશન (કેએમએફ)ને પેકેટ પર દહીને ‘દહી’ મુદ્રિત કરવાનો નિર્દેશ કર્યો છે. અહેવાલો મુજબ એફએસએસએઆઈએ દહી માટે કન્નડ શબ્દ ‘મોસરૂ’નો ઉપયોગ કોષ્ટકમરાં કરવાનો નિર્દેશ કર્યો હતો.

આ સિવાય દહી માટેનો તમિલ શબ્દ ‘તાયિર’ને પણ કોષ્ટકમાં ઉપયોગ કરી શકાય છે તેમ જણાવ્યું હતુ. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને આ મામલે જણાવ્યું હતું કે હિન્દી થોપવાની આ બેશરમ જીદ છે. દહીના એક પેકેટ પર પણ હિન્દીમાં લેબલ લગાવવા હદ સુધી જીદ પહોંચી છે.આ અમારી માતૃભાષાની અવગણના છે.


Related News

Advertisement
Advertisement