ઈન્દોરમાં મંદિરની છત તૂટતા 25થી વધુ કુવામાં ખાબકયા

30 March 2023 05:15 PM
India
  • ઈન્દોરમાં મંદિરની છત તૂટતા 25થી વધુ કુવામાં ખાબકયા
  • ઈન્દોરમાં મંદિરની છત તૂટતા 25થી વધુ કુવામાં ખાબકયા

♦ રામનવમીના દિને મહાદેવ મંદિરમાં ચાલતા હવનમાં ભાગ લેવા આવેલા શ્રદ્ધાળુઓને દુર્ઘટના નડી

♦ ગંભીર દુર્ઘટના: ઉંડા કૂવા પર બનાવેલી છત પર સંખ્યાબંધ લોકો હવનમાં સામેલ થયા હતા: ધડાકા સાથે છત તૂટી: રાહત બચાવ કાર્યમાં NDRF જોડાઈ: 7ને ઉગારાયા

ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં આજે રામનવમીના દિને જ અહીના એક મહાદેવ મંદિરની છત ધરાશાયી થતા છત પર બેસેલા 25થી વધુ લોકો નીચેના કુવામાં ખાબકયા હતા. ઈન્દોરના સ્નેહનગર પાસે પટેલનગરના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં વાવ (ઉંડો કુવા) પર છત બાંધવામાં આવી હતી.

અહી છત પર લોકો મંદિરમાં નીચે ચાલી રહેલા હવનમાં સામેલ થયા હતા પણ છતની ક્ષમતા કરતા વધુ લોકો અહી ઉપર ચડતા ધડાકા સાથે છત તૂટી પડતા તેના પર બેસેલા 25થી વધુ લોકો નીચે વાવમાં ખાબકયા હતા તથા ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. ઉંડી વાવમાં પાણી હતું અને તેમાં લોકો પડતા હતા તે સમયે નાસભાગમાં પણ અનેક ઘાયલ થયા હતા.

તુર્તજ પોલીસે રાહત બચાવ કામ શરૂ કરી ઉંડા કુવામાં પડેલા લોકોને ઉગારવાની કાર્યવાહી શરૂ કરી તથા એનડીઆરએફની પણ મદદ માંગવામાં આવી છે. અહી લગભગ બે કલાકની કાર્યવાહી બાદ 6 લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે પણ હજું અંદર કેટલાય લોકો છે તેનો ચોકકસ અંદાજ આવ્યો નથી.

મુખ્યમંત્રી શિવરાજ પાટીલે જીલ્લા કલેકટરની પાસેથી માહિતી મેળવી હતી. મંદિરનો કુવો ઉંડો હોવાથી ઝડપથી બચાવ કાર્ય પણ શરૂ થઈ શકયુ ન હતું પણ રામનવમીએ જ આ દુર્ઘટનાથી લોકોમાં જબરો આક્રોશ વ્યાપી ગયો છે.


Related News

Advertisement
Advertisement