રાજકોટ. તા.30
કાલાવડ રોડ પર મોટા મોવા પાસે આવેલી ઢોસા બ્લાસ્ટ નામની હોટલમાં આજરોજ સવારના સુમારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર મોટા મહુવા પાસે પટેલ સીરામીકની બાજુમાં આવેલી ઢોસા બ્લાસ્ટ નામની હોટલમાં સવારના સમયે આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી આગની ઘટનામાં હોટલમાં રહેલ ખુરશી ટેબલ સળગી ગયા હતા તે સિવાય કોઈ મોટી નુકસાની થઈ ન હતી. હોટલ માલિક પ્રભર હર્ષદભાઈ પ્રબળ પણ હાજર હોય તેઓના જણાવ્યા મુજબ ગેસ લીકેજના કારણે આ આગ લાગ્યા નું માલુમ પડ્યું છે.જેમાં કોઈ જાનહાની ન થતાં હોટલ સંચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.