રાજકોટ,તા.30
સૌરાષ્ટ્ર યુનિ.માં નિયમોનો ઉલાળીયો કરી આગામી તા.1 એપ્રિલથી હેડશીપ બાય રોટેશનની અમલવારી માટે પરિપત્ર કરી દેવાતા વિવાદ ભડકી ઉઠયો છે. અને આ મામલે કેટલાક અધ્યાપકોમાં ભારે કચવાટ જાગેલ છે. સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી રહેતી આ વિશ્ર્વ વિદ્યાલયમાં આંતરિક જુથવાદ સપાટી પર આવેલ છે. સતાધીશો ટાંટીયા ખેચની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહી ધાર્યુ નિશાન પાર પાડી રહયા છે. જેની સામે સતત પ્રશ્ર્નો ઉઠી રહયા છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, યુનિ.ની સેનેટમાં ભવનોમાં હેડશીપ બાય રોટેશનનો નિર્ણય રીફર બેક કરાયાના ત્રણ દિવસમાં જ ફરી કાર્યકારી કુલપતિ ભીમાણીએ બારોબાર હેડશીપ બાય રોટેશનનો તા.1 એપ્રિલથી અમલ કરવા નિર્ણય લઇ પરિપત્ર ઇશ્યુ કરી દીધો છે. જેના પગલે યુનિ. તા.29માંથી 10 જેટલા ભવનોમાં ભા.જ.પ. અને સંઘ સાથે સંકળાયેલા ભવન વડાઓ પદ ગુમાવશે. કાર્યકારી કુલપતિ ભીમાણીના આ નિર્ણય સામે યુનિ.ના અમુક ભવનોના વડાઓએ નારાજગી વ્યસ્ત કરી હતી. આ મુદે કાનુની જંગની મંડાણ થવાની શકયતા રહી છે.