રાજકોટ,તા.30
બેડીનાકા ટાવર પાસે આંચકી આવતા બે ભાન થઇ ગયેલ યુવકનો મોબાઇલ તફડંચી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે બેડીનાકા રેઇન બસેરામાંથી દબોચી લીધો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર, ગત તા.28ના જામનગર રોડ પર તોપખાનામાં રહેતો કૃણાલ નવિન ઝાલા બેડીનાકા ટાવર પાસે હતો ત્યારે તેના ખીસ્સામાં રહેલ મોબાઇલ ફોન કોઇ અજાણ્યો શખ્સ તફડંચી કરી નાસી છુટયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એલ.એલ. ચાવડા અને તેની ટીમે ગણતરીની કલાકોમાં બેડીનાકા ટાવર પાસે આવેલ રેનબસેરામાં રહેતા રહીમ અસરફ ડિંગા (ઉ.30)ને દબોચી ચોરી કરેલ મોબાઇલ કબ્જે કર્યો હતો.
ચકકર આવી પડી ગયેલા આધેડનો મોબાઇલ ચોરી કરનાર દિલીપ ઝબ્બે
રૈયા રોડ પર આવેલ બાપાસીતારામ ચોક પાસે બેસેલા રાજેશભાઇ ગોવિંદભાઇ જેઠવાને ચકકર આવતા બેભાન થયેલ હતા ત્યારે તેમના ખીસ્સામાં રહેલ મોબાઇલ ફોનની તફડંચી કરી કોઇ શખ્સ નાસી છુટયાની યુનિ. પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજા અને ટીમે જામનગર રોડ પર નાગેશ્ર્વર સોસાયટી તરફ જતા રોડના ખુણા પાસેથી ચોરી કરેલ મોબાઇલ સાથે દિલીપ જેન્તી પંડયા (ઉ.વ.38) રહે. નાગેશ્ર્વર સોસાયટી)ને દબોચી લીધો હતો.