રાજકોટ, તા.30
આજરોજ રામનવમીનો પવિત્ર તહેવાર હોય આ પવિત્ર દિવસે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ અને રાજકોટના યુનીટ જજ આશુતોષ શાસ્ત્રી રાજકોટની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, ત્યારે રાજકોટ બારના હોદ્દેદારોએ રાજકોટના સર્કીટ હાઉસ ખાતે યુનીટ જજની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
હાલ નવા કોર્ટ બીલ્ડીંગનું ફાઈનલ કામ ચાલી રહેલ છે અને તાજેતરમાં બાર અને બેંચ વચ્ચે થયેલ તકરાર અન્વયે પણ ક2વામાં આવેલ રજુઆતોમાં રાજકોટ બારના એડવોકેટો માટે નવા કોર્ટ બીલ્ડીંગમાં સગવડતાઓ સબંધેની માંગણીનો પણ પ્રશ્ન હતો તાજેતરમાં રાજકોટ બાર દ્વારા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ રાજકોટનાઓ થ્રુ યુનીટ જજ સહીતનાઓને લેખીત પત્ર પાઠવી એડવોકેટો માટે, પત્રકારો માટે, લાઈબ્રેરી માટે, સીનીયર એડવોકેટ માટે, મહીલા વકીલો માટે વિગેરે અનેક મુદાઓ ઉપસ્થીત ક2ી, જે જે સગવડતાની જરૂરત હતી તે હકીકતો લેખીત પત્રના માધ્યમથી મોકલવામાં આવેલ હતી. એટલું જ પુરતુ ન હોય આજરોજ પણ રાજકોટ બા2ના પ્રેસીડન્ટ લલિતસિંહ શાહી દ્વારા એક લેખીત પત્ર તૈયાર કરી છેલ્લા ચાર વર્ષથી મહીલાના સ્ત્રીધન અને કરીયાવર ઓળવી જવા સબંધે એક પણ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલ નથી અને તે અન્વયે દાખલ ક2વામાં આવતી ફોજદારી ઈન્કવાયરીના કામે પણ કોઈ જ હુકમ થતા નથી. ઉપરાંતના ઘણા બધા મુદ્દાઓ, સમસ્યાઓ રાજકોટના યુનીટ જજ સમક્ષ 2જુ ક2વામાં આવ્યા હતા.
યુનીટ જજ દ્વારા પણ બનતી દરેક વસ્તુ ધ્યાનમાં લઈ શકય તેટલી હકીકતોનો પોઝીટીવ નિકાલ ક2વા આશ્વાસન આપવામાં આવેલ હતું. આ તકે રાજકોટના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઈ, એડી. સેસન્સ જજ જે.ડી.સુથાર, એ.વી.હીરપરા તથા ફેમીલી કોર્ટના જજ વી.આર.રાવલ તેમજ રાજકોટ બાર એશોશીયેશનના પ્રમુખ લલિતસિંહ જે. શાહી, સેક્રેટરી દિલીપભાઈ જોષી, જો. સેક્રેટરી જે.એફ. રાણા, મહીલા કારોબા2ી આર.ટી.રાણા, તથા કારોબા2ી સભ્યો તુલસીદાસ ગોંડલીયા, મહર્ષીભાઈ પંડયા, બીપીનભાઈ મહેતા, જી.આર.ઠાકર, જે.વી.ગાંગાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.