રાજકોટ,તા.30
રૈયાધાર આવાસ કવાર્ટરમાં રહેતાં વિનોદભાઈ બાબુભાઈ કુંડીયા (ઉ.વ.30) ગઈ તા.9ના પોતાની સી.એન.જી. રીક્ષામાં વાયરીંગ કામ કરતાં હતાં. ત્યારે શોટ સકીર્ર્ટ થતાં આગ લાંગતા યુવક દાઝીયા હતો. જેમને સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જયાં તેનું ગતરોજ મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કર્યો હતાં. વધુમાં મૃતક શાકભાજીનો ધંધો કરે છે. અને ત્રણભાઈ બે બહેનમાં મોટો હતો. બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.