રાજકોટ, તા. 31 : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ શ્રધ્ધા અને ભકિત સાથે ઉજવાયો હતો. ઠેર ઠેર શોભાયાત્રા, મહાઆરતી, અન્નકોટ દર્શન, મહાપ્રસાદ, પૂજન અર્ચન વગેરે યોજાયા હતા. વિહિપ બજરંગદળ દ્વારા શોભાયાત્રા વિવિધ સ્થળો પરથી નીકળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં નજયશ્રી રામથનો નાદ ગુંજી ઉઠયો હતો.
રાજકોટ
રાજકોટમાં વિહિપ-બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. સદગુરૂ આશ્રમ, ઇસ્કોન મંદિર, ગીતા વિદ્યાલય, ધારેશ્વર મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ મંદિર, રામજી મંદિર, રામ મંદિર વગેરે ધર્મ સ્થાનો પર રામલલ્લાનો જન્મોત્સવ અનેરા ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. રાજકોટ રામમય બની ગયું હતું.
વેરાવળ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું તીર્થ આમ તો હરી અને હર ની ભૂમિ કહેવામાં આવે છે. પરંતુ પુરાતન પુસ્તકો અનુસાર શ્રીરામ પ્રભાસ તીર્થમાં પધાર્યા હતા જેથી અહીં સોમનાથ મહાદેવ અને શ્રીકૃષ્ણની સાથે સાથે શ્રીરામ નું પણ અનેરૂ માહત્મ્ય છે.
આજે ચૈત્ર સુદ નવમી એટલે કે શ્રી રામ નવમી ના પાવન અવસર પર સોમનાથ તીર્થ ઉત્સાહ અને ઉમંગથી છલકાયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નૂતન રામ મંદિર ખાતે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા.
મહાપૂજા અને રામ જન્મોત્સવ
સોમનાથ ટ્રસ્ટના નૂતન રામ મંદિર ખાતે વહેલી સવારે પ્રાત: આરતી થી લઈને સાંજ સુધી દર્શનાર્થી શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત રહ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ચીફ એકાઉન્ટન્ટ અજય દુબે, તેમજ સુરતના દાતા દાસભાઈ ગજેરા પરિવાર દ્વારા રામ પ્રભુની મહાપૂજા કરવામાં આવી હતી.
મહાપૂજા પશ્ચાત ઢોલ અને શરણાઈ સાથે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય આરતી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી છલકાયું હતું. શ્રી રામ નામના રટણ સાથે શ્રદ્ધાળુઓએ ભાવવિભોર થઈ શ્રી રામલલ્લાના જન્મને વધાવ્યો હતો. શ્રી રામ પ્રભુનું પારણું બાંધવામાં આવ્યું હતું જેને શ્રદ્ધા અને આસ્થાની સાથે શ્રી બાલરામ સ્વરૂપે શ્રદ્ધાળુ દ્વારા ઝુલાવવામાં આવ્યું હતું. આ તકે સુંદરકાંડ પાઠ, અન્નકૂટ દર્શન સહિતના અનુષ્ઠાનો યોજાયા હતા.
રામ જન્મોત્સવ
વેરાવળ તથા પ્રભાસ પાટણ ખાતે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવને અનેરા ઉલ્લાસ વચ્ચે ધર્મપ્રેમી જનતા દ્વારા ઉજવવામાં આવેલ અને આ પ્રસંગે વેરાવળ તથા પ્રભાસ પાટણ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળેલ જેમાં ભકતજનો રંગચંગે જોડાયેલ અને યુવાનો નાચી કુદી ઉઠેલ હતા તેમજ વેરાવળ લોહાણા મહાજન દ્વારા પણ રામજન્મ પ્રસંગની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી.
વેરાવળ શહેરમાં રામ જન્મોત્સવ પ્રસંગે આ વર્ષે વખારીયા બજારમાં આવેલ ત્રીકમરાયજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરેલ જેમાં હીન્દુ સમાજના આગેવાનો સહીત ધર્મપ્રેમી જનતા બ્હોળી સંખ્યામાં જોડાયેલ અને આ શોભાયાત્રામાં યુવાનોએ ડી.જે. તથા ઢોલ-શરણાઇના તાલે નાચી કુદી શ્રી રામ જય રામ જય જય રામ ના ગંગનચુબી નાદ સાથે રામ જન્મોત્સવની ઉજવણી કરેલ હતી અને શોભાયાત્રામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવેલ હતો.
પ્રભાસપાટણ
સોમનાથ પ્રભાસ પાટણ મા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મંદિર થી પ્રસ્થાન કરવામાં આવેલ અને શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરેલ આ શોભાયાત્રા મા આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને શ્રી રામચંદ્ર ના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ભાણવડ
ભાણવડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજીત પવિત્ર રામનવમીનાં દીને ભગવાન રામની ઐતિહાસિક શોભાયાત્રા યોજાતા જેમાં હજારો રામભકતો જોડાયા હતા અને ભગવાન રામનો જય જયકાર બોલાવ્યો હતો. શહેરના પોશ વિસ્તાર સમા રણજીપરામાં પ્રખ્યાત આશાપુરા મંદિરેથી શોભાયાત્રાનો દબદબાભેર પ્રારંભ થયો હતો. ડી.જે.ના તાલે ભગવાન રામની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી વળી હતી શોભાયાત્રા પ્રસિધ્ધ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઇ હતી.
ઉપલેટા
ઉપલેટામાં આજે સવારે 9:00 વાગે બસ સ્ટેન્ડ ચોક થી ભવ્ય શોભા યાત્રા નીકળેલ હતી આજે રામનવમી પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામ નો પ્રાગટ્ય દિવસ ઉપલેટા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા નીકળેલ હતી
આ શોભાયાત્રામાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ સુવા .સહિતના આગેવાનો જોડાણા હતા આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ ચોકમાંથી સવારે 9:00 વાગે શરૂ થઈ જેમાં ભગવાન રામના તથા અન્ય ફલોટસ રાખવામાં આવેલ હતા આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો બાપુના બાવલા ચોક. ગાંધી ચોક. સોની બજાર સહિતના અન્ય માર્ગો પર ફરી ને બડા બજરંગ મંદિર ખાતે મહા આરતી કરવામાં આવેલ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
કોડીનાર
કોડીનાર ખાતે આવેલા અતિ પ્રાચીન રામજી મંદિર ખાતે આજે બપોરે 12 વાગ્યે રામજન્મ બાદ ભવ્ય રીતે રામજન્મોત્સવ ઉજવાયો. બપોરે 3.30 કલાકે વિશાળ શોભાયાત્રા નીકળી.ભગવાન શ્રીરામ નો 11 લાખ 65 હજાર 990 મો જન્મદિવસ ઉજવાયો. હિન્દૂ સમાજના આસ્થાના પ્રતીક સમાન ઉત્સવ રામનવમી આજે સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે ત્યારે કોડીનાર શહેરમાં આવેલા પ્રાચીન રામ મંદિરે પ્રભુ શ્રી રામ જન્મોત્સવની ઉજવણી બાદ ભવ્ય શોભા યાત્રા નીકળી હતી.
ગીરગઢડા
ગીર ગઢડા શહેર મા શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થય હતી જેમાં હનુમાન મંદિરે થી આ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર થય ગીર ગઢડા રામજી મંદિરે પહોંચી હતી તમામ સમાજના અગ્રણીઓ વેપારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગીર ગઢડા મુસ્લિમ સમાજ દ્વારા આ શોભાયાત્રા નું સ્વાગત પણ કરાયું હતું જેમા ગીર ગઢડા પીએસઆઇ શ્રી જે આર ડાંગર સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બગસરા
બગસરામાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી બગસરામાં છેલ્લા બે વર્ષ થયા રામનવમી નિમિત્તે ગયા વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તથા બગસરા ના યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરામાં બપોર બાદ ગામ ની દુકાનો પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓ બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા માં શ્રીરામ ભગવાન લક્ષ્મણ સીતાજી નાશ નાના નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષા પહેરીને લોકોને આકર્ષિત કર્યા હતા. તેમજ વિશાળ સંખ્યામાં આ શોભાયાત્રા નીકળી હતી અને ટેકટરો તથા પોતપોતાના વાહનો લઇ અને આ શોભાયાત્રામાં લોકો જોડાયા હતા.
ઉના
સુપ્રસિદ્ધ મધ્યગીરમાં આવેલા તુલસીશ્યામ માં શ્યામ ભગવાનના સાનિધ્યમાં ભવ્ય રામ નવમી ઉજવવામાં આવી હજારો દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો મધ્યગીરમાં આવેલા સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે આજે રામનવમીના દિવસે ભવ્ય મંદિરને શણગારવામાં આવ્યા હતું અને ભગવાન શ્યામ અને ભગવાન શ્રીરામના પુંજા વિધિ કરવામાં આવી હતી રામ નવમીના તહેવાર ના કારણે આજે વિશાળ સંખ્યામાં શ્યામ અને રામના દર્શન યાત્રિકોએ કર્યા હતા અને તુલસીશ્યામના ટ્રસ્ટ દ્વારા મંદિરને અતિ ભવ્ય લાઈટ ડેકોરેશન થી ઝળહળતું કરવામાં આવ્યું હતું યાત્રિકોએ રાત્રિ રોકાણ મહા આરતી મહાપ્રસાદ અને ગરમકુંડમાં નાહવાનો લાભ લીધો હતો આમ આ વ્યવસ્થા તુલસીશ્યામના ટ્રસ્ટી ડોક્ટર બી.બી. વરૂ, મહેશભાઈ કોટીલા, મનુભાઈ વડ તથા કથડ બાપુ સહિતે રામ નવમીની વ્યવસ્થા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિસાવદર
તાજેતરમાં વિસાવદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શહેરની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સયુંકત આયોજિત રામનવમી પર્વ ની રંગારંગ ભવ્યાતિભવ્ય ઉજવણી સંપન્ન થયેલ ઉજવણી અંતર્ગત જય જય શ્રી રામના નાદ સાથે ડી. જે ના સંગીતની રમઝટ સાથે જબરદસ્ત ધાર્મિક માહોલ સાથે બહોળી સંખ્યામાં જનસમુદાય ની ખાસ ઉપસ્થિત વચ્ચે કેસરિયા માહોલમાં ધજા-પતાકાઓ સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા સંપન્ન થયેલ શોભાયાત્રા નો રામજી મંદિર જુની બજાર ખાતેથી વિશાળ સંખ્યામાં લોકો ની ઉપસ્થિત
વચ્ચે ડી. જે ના તાલે જય જય શ્રી રામના નાદ સાથે શુભારંભ કરવામાં આવેલ જે વિસાવદર શહેરની જુની બજાર, હવેલી, પોલીસ સ્ટેશન, સરદાર ચોક, નવા બસ સ્ટેશન, કનૈયા ચોક, મેઈન બજાર, રેલ્વે સ્ટેશન રોડ, કાલસારી રોડ, હવેલી ગલી, જુના બસ સ્ટેશન, ડાયમંડ ચોક થઈ રામજી મંદિર ખાતે પરત ફરેલ જયાં યુવાનો દ્વારા રાસોત્સવ યોજવામાં આવેલ શોભાયાત્રામાં જુદી જુદી ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ ધાર્મિક પાત્રો સાથેની વેશભૂષાઓ શોભાયમાન શણગારેલા ટ્રેકટરોમા રજૂ કરવામાં આવેલ જે સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બનેલ.
સાવરકુંડલા
દિવસ રામલલ્લાના જન્મ વધામણા કરવા સાવરકુંડલા અને તાલુકાના રામ મંદિરોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભગવાન શ્રી રામચંદ્રજી નો જન્મોત્સવ અનેરા ઉમંગ સાથે ઉજવાયેલ. સાવરકુંડલાના મુખ્ય રસ્તા ઉપર ધ્વજા પતાકા, લાઇટીંગ, વિવિધ ઇલેકટ્રીક સિરિઝથી શણગારેલ દાદા હનુમાનજીના મંદિરો ને પણ શણગારવામાં આવેલ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ નગરજનો દ્વારા વિશાળ શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર 6 કલાક ફરેલ અને ઠેર-ઠેર સરબત છાશ પાણીના પરબો ઉભા કરવામાં આવેલ. શહેરના ઘણા વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલોટ ઉભા કરવામા આવેલ. દરેક જ્ઞાતીજનો એ રામ જન્મોત્સવ ના વધામણા શ્રદ્ધા-ભક્તિથી કરેલ.
બાબરા
બાબરા તાલુકા સમસ્ત હિંદુ સંગઠન દ્વારા આયોજિત ભવ્ય અને દિવ્ય રામજન્મોત્સવ ઉજવણીનું આયોજન બાબરા શહેરમાં કરવા માં આવેલ હતું. અહીના મોટા રામજી મંદિર ખાતેથી મહંત શ્રી દેવકીનંદનદાસજી અને તાપડીયા આશ્રમ માં મહંત ઘનશ્યામદાસજીની આગેવાનીમાં વિશાળ શીભાયાત્રા શહેરના વિવિધ રૂટો ઉપર નીકળી હતી. ભગવાન શ્રી રામલલ્લાના પ્રાગટ્ય મહોત્સવમાં વિવિધ વેશભૂષાના ફ્લોટ સાથે શહેરની મુખ્ય બઝાર સહિત વિવિધ વિસ્તાર માં શોભાયાત્રા ફેરવવા માં આવી હિંદુ યુવાનો ડીજેના તાલ સાથે જયઘોસ બોલાવી શહેર નું વાતાવરણ ધાર્મિક બનાવ્યું હતું.
ટંકારા
ટંકારા માં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાયેલ છે. શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી ઉજવણીનું ખુબજ સુંદર આયોજન કરાયેલ. ટંકારાનો દેરીનાકા રોડ, મેઇન બજાર, દેરાસર રોડ , ત્રણ હાટડી શેરી, લોવાસ, ગાયત્રીનગર , સહીત તમામ બજારો શેરીઓ કેસરી ધજા પતાકા તથા કમાનોથી શણગારાયેલ. દયાનંદ ચોકમાં રોશની કમાનો તથા વિશાળ બેનરો દ્વારા શણગારાયેલ. સવારે શોભાયાત્રા નો પ્રારંભ શ્રીરામના ફ્લોટ સાથે લક્ષ્મીનારાયણ સોસાયટી થી શરૂ થયેલ.
તે દેરીનાકા રોડ, દેરાસર રોડ લક્ષ્મીનારાયણ શેરી, ત્રણ હાટડી આર્ય સમાજ , લો વાસ, ઘેટીયાવાસ થઈ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પૂર્ણ થયેલ. જય શ્રી રામના નારાથી ટંકારા ને બજારો શેરીઓ ગુંજી ઉઠેલ. શોભાયાત્રામાં ધ્રુવ નગર રાજવી પરિવારના આનંદ રાજા ટંકારા તાલુકાના સરપંચો આગેવાનો ઉપદેશક વિદ્યાલય તથા આર્ય સમાજના આગેવાનો કાર્યકરો સહિત સમસ્ત હિન્દુ સમાજના લોકો કેસરી સાફો પહેરી તથા કેસરીધજાઓ સાથે વિશાળ સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયેલ. ટંકારા ના વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના વેપાર દુકાનો બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.
ધ્રોલ
ધ્રોલ હિંદુ સેના આયોજીત રામનવમીના પવિત્ર તહેવાર પ્રસંગે અત્રેની સુપ્રસિધ્ધ આંબા ભગતની જગ્યાએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ. આ શોભાયાત્રા, પ્રસંગે શહેરના તમામ નાના મોટા વેપારીઓએ અડધા દિવસ ધંધા રોજગાર બંધ રાખીને વિશાળ સંખ્યામાં ભકતો જોડાયેલ.
ઓખા
ઓખા ખાતે રામનવમી ના પાવન દિવસે ગાંધીનગરી વિસ્તારમાં આવેલ રામ મંદિરે ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ. રામનવમી ના પાવન દિવસે ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં આવેલ રામ મંદિરે ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ.
રામનવમીના પાવન દિવસે શ્રી રામ સેવા સમિતિ દ્વારા છેલ્લા 25 વર્ષથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઓખા ગામના આગેવાનો તેમજ સૌ વેપારી અગ્રણીઓએ સાથ સહકાર આપેલ. આ કાર્યને શ્રી રામ સેવા સમિતિ શ્રી રામ મંદિર દ્વારા જહેમત ઉઠાવી હતી.દ્વારકામાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ નવમી ઉત્સવ નિમિત્તે દ્વારકાના ત્રણબતી ચોકમાં આવેલ રામ સ્તંભ શ્રી રામ મંદિર ખાતે આજરોજ રામ નવમી પર્વ ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી
ભગવાન શ્રી રામના અવતરણ દિવસની સમગ્ર અમરેલી જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દું પરિષદ, રામ સેવા સમિતિ, બજરંગ દળ સહિતના હિન્દૂુ સંગઠનો દ્વારા અમરેલી, લાઠી, બાબરા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના શહેરોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ્ં હતું. તો રામજી મંદિરોમાં પણ સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર જિલ્લો રામમય બની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં રામનવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ લોકોમાં ભારે ઉત્સાાહ જોવા મળ્યોા હતો. રામજી મંદિરોમાં ભકતોનાં ભારે ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડયા હતો. મંદિરોમાં અખંડ ધૂન, ફટાકડાની આતશબાજી સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો જિલ્લાભરમાંહિન્દૂડ સંગઠનો દ્વારા ભવ્ય બાઈક રેલી અને શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચેવ સમગ્ર પંથકમાં ઉજવણી કરવામાં આવી હતી.
ખંભાળીયા
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ગુરુવારે સાંજે અહીંના નગર ગેઈટ પાસે આવેલા શ્રી રામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.
જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી અને પુન: શ્રી રામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં વિવિધ વેપારી મંડળો, એસોસિયેશન તેમજ સેવાભાવી ભક્તો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. નજય શ્રી રામથના ગગનભેદી નાદ તથા ડીજે અને ઢોલ ત્રાસા સાથે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર આયોજન દરમિયાન મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શાળામાં ઉજવણી
ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ-પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા નધી પ્રેસિડેન્ટ સ્કૂલથમાં ભગવાન રઘુનંદન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓનો ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષમણજી અને હનુમાનજીના સાક્ષાત સ્વરૂપ જેવી વેશભૂષામાં તૈયાર કરાયા હતા. ધી પ્રેસિડેન્ટ સ્કૂલ કેમ્પસમાં બિરાજમાન થયેલા બાળકો જાણે સાક્ષાત ભગવાનના બાળ સ્વરૂપની અનુભૂતિ કરાવતા હતા. સાથે સમગ્ર વાતાવરણ નજય જય શ્રી રામથના ભક્તિમયી જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જાફરાબાદ
જાફરાબાદ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સનાતન હિંદુ ધર્મ દ્વારા રામનવમી ની શોભાયાત્રા નું આયોજન કરવાયું હતું જેમાં રાજુલાના ધારાસભ્ય સહિતના આગેવાનો જેસીબીની માથે ચડી અને ભગવો લહેરાવતા આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું હતું અને સોશિયલ મીડિયામાં આ બાબતે ધૂમ મચાવી હતી.
રાજુલા
રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વિવિધ સામાજિક ધાર્મીક સંગઠન સંસ્થાઓ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમી ના દિવસે ડીજે ની સાથે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામા આવ્યું હતું. રાજુલા શહેરની જનતા અને સ્વામિનારાયણ મંદિર ભાજપના આગેવાનો દ્વારા ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગામ સમસ્ત ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાલાવડ
કાલાવડ શહેરમાં વિહીપ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે બાઈક રેલી યોજી રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરમા આવેલ મુખ્ય રામ મંદિર માં આરતી કરી રેલી ની શરૂઆત કરવામાં આવી. શહેર ના મુખ્ય માર્ગો માંથી ડી.જે.ના તાલ અને જય શ્રી રામના જય ઘોષ સાથે બાઈક રેલી પસાર થઈ. કાલાવડ શહેરના યુવાનો મોટી સંખ્યામાં સાફા બાંધી રેલીમાં જોડાયા. રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા તેમજ કાલાવડ ભાજપના અનેક આગેવાનો અને યુવા કાર્યકર્તાઓ અને શહેર ના ધર્મ પ્રેમી ભક્તો જોડાયા. શહેરમાં આવેલ ચાર રામ મંદિરે જઈ આરતી ઉતારી રામ નવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
નિકાવા
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલ રામ મંદિર ખાતે રામનવમીની અલગ રીતે ઉજવણી કરવામાં આવી. નિકાવા ગામમાં ગામ લોકો અને હિન્દુ સેના દ્વારા મંદિરમાં 1008થી વધુ દિવા પ્રગટાવવામાં આવ્યા. મંદિર માં બાળકો દ્વારા દીવડા વડે રામ લખેલ કલાકૃતિ પણ આબેહૂબ કરવામાં આવી હતી તેમજ નિકાવા સમસ્ત ગામ ના લોકો દ્વારા રામજી મંદિરે મહા આરતી યોજવામાં આવી.આ તકે હિન્દુ સેવા સમિતિ ના કાર્યકર્તાઓ દ્વારા પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડીયા
વડીયા ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું. વડિયા શ્રી રામ જન્મ જયંતીની ભાવભેર ઉજવાતા રામજી મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા ધુન ભજન કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા બાદમાં રામજી મંદિર થી વડિયા શહેરના મુખ્ય માર્ગો ઉપર બાઈક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુવાનો પણ લાઈક રેલીમાં જોડાયા હતા.
જસદણ
જસદણ શહેરના ઇતિહાસમાં કદી ન નીકળી હોય તેવી મોટી અને ભવ્ય શોભાયાત્રા રામનવમી નિમિત્તે નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ રામનવમી ઉત્સવ સમિતિ જસદણ આયોજિત રામનવમી નિમિત્તે જસદણના ગાયત્રી મંદિરેથી ભવ્ય શોભા યાત્રા શરૂ થઈ હતી જે નવા બસ સ્ટેન્ડ રોડ, હાઇસ્કુલ રોડ, મોતી ચોક, મેઈન બજાર, ટાવર ચોક, જુના બસ સ્ટેન્ડ કમળાપુર રોડ થઈને રોકડિયા હનુમાન મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં ભગવાને રામનો રથ, શણગારેલા વિવિધ ટ્રેક્ટર સહિતના મોટી સંખ્યામાં વાહનો
તેમજ 500 થી વધારે કેસરી ઝંડી તેમજ મોટી સંખ્યામાં બાઈક રેલી ધૂન, ભજન મંડળી વગેરે જોડાયા હતા. શોભા યાત્રાના રૂટમાં અનેક જગ્યાએ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત શોભાયાત્રાના રોડ ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. જયશ્રી રામના નારા સાથેની આ શોભાયાત્રા ઐતિહાસિક બની રહી હતી શોભાયાત્રાના આયોજનના ક્ધવીનર ભારતભાઈ જાની તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નાં રૂટ ઉપર ઠેર ઠેર કમાનો, બેનર, કેસરી ઝંડી મારવામાં આવ્યા હતા જસદણમાં અંદાજે એક કિમી લાંબી શોભાયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં આગેવાનો, સંતો, નાગરિકો વગેરે જોડાયા હતા.
સોમનાથના રામચંદ્ર મંદિરે અન્નકોટના દર્શન
સોમનાથ ખાતે આવેલ ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રામનવમીના દિને શણગાર સાથે અન્નકોટનું આયોજન કરાયેલ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)
રામનવમી નિમિતે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર
સોમનાથ મહાદેવ ને રામનવમી નિમિત્તે વિશેષ શૃંગાર કરવામાં આવેલ શિવલિંગ ઉપર ભગવાન રામ નુ ચિત્ર અને ફુલો થી શ્રૃંગાર કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીર: દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)
બોટાદના સ્વામિ. મંદિરે રામ તથા સ્વામિનારાયણનો પ્રાગટય પર્વ ઉજવાયો
શ્રીસ્વામિનારાયણ મુખ્ય મંદિર (બોટાદ)ના જે રજપૂત ચોરા પાસે નાગલપર દરવાજા આંગણે રામનવમીના દિવસે ભગવાનશ્રી રામનો જન્મોત્સવ તથા ભગવતશ્રી સ્વામિનારાયણના 242માં જન્મોત્સવ નિમિતે 242 કિલો પેંડાનો અન્નકુટ ધરાવાયો અને આતશબાજી સાથે ભવ્યતા અને દિવ્યતાથી ઉત્સવ ઉજવાયો જેમાં હજારો ભકતોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.(તસ્વીર: દિનેશ બગડીયા બોટાદ)