મુંબઈમાં ભારતનું સૌથી નવું ‘નીતા મુકેશ અંબાણી’ કલ્ચરલ સેન્ટર ખુલ્લુ મુકાયું

31 March 2023 04:12 PM
India Maharashtra
  • મુંબઈમાં ભારતનું સૌથી નવું ‘નીતા મુકેશ અંબાણી’ કલ્ચરલ સેન્ટર ખુલ્લુ મુકાયું

આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવુ એક પવિત્ર યાત્રા: મ્યુઝિકલ, કોસ્ચ્યુમ આર્ટ એકિઝબિશન, વિઝયુઅલ આર્ટ-શો, અને સ્પેશિયલ ક્રાફ્ટ એકસપોઝિશન સાથે કલ્ચરલ સેન્ટરનો પ્રારંભ

રાજકોટ,તા.31 : ભારતમાં તેના જેવું સૌપ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શુક્રવારે 31 માર્ચ 2023ના રોજ ખુલ્લુ મૂકવામાં આવેલ છે.જેમાં ભારત અને વિશ્વના પ્રેક્ષકો સમક્ષ સમગ્ર ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલીત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતના સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા અને કળાના ક્ષેત્રમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતમ કળા-સંસ્કૃતિને એક મંચ પર લાવવા માટેનું વધુ એક નિશ્ચિત પગલું ચિહ્નિત કરશે.

ઉદ્દઘાટન કાર્યક્રમમાં ’સ્વદેશ’નામનું ખાસ ક્યુરેટેડ આર્ટ અને ક્રાફ્ટ એક્સપોઝિશન છે, તેની સાથે ત્રણ બ્લોકબસ્ટર - ’ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’નામના મ્યુઝિકલ થિયેટર; ‘ઇન્ડિયા ઇન ફેશન’ નામના કોસ્ચ્યુમ આર્ટ એક્ઝિબિશન અને ‘સંગમ/કોન્ફ્લુઅન્સ’ નામના વિઝ્યુઅલ આર્ટ શોનો સમાવેશ થાય છે. એકસાથે કાર્યક્રમની રૂપરેખા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા અને વિશ્વ પર તેમની અસરોને ઉજાગર કરે, જ્યારે કલ્ચરલ સેન્ટરના વૈવિધ્યનું પણ પ્રદર્શન કરે.

આ પ્રસંગે બોલતા શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવું એ એક પવિત્ર યાત્રા રહી છે. સિનેમા અને સંગીતમાં, નૃત્ય અને નાટકમાં, સાહિત્ય અને લોકકથામાં, કળા અને હસ્તકળા તથા વિજ્ઞાન અને આધ્યાત્મિકતામાં અમારા કળાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે એક સ્થળ તૈયાર કરવા માટે અમે ઉત્સુક હતા. એક એવી જગ્યા જ્યાં અમે વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરીએ છીએ અને વિશ્વના શ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકો માટે મફત પ્રવેશ સાથે આ સેન્ટર અત્યંત સમાવિષ્ટ હશે અને શાળા તથા કોલેજના કાર્યક્રમો

અને સ્પર્ધાઓ, કળા શિક્ષકો માટે પુરસ્કારો, ગુરુ-શિષ્યના નિવાસી કાર્યક્રમો સહિતના સમુદાયના સંવર્ધન કાર્યક્રમો તથા પુખ્ત વયના લોકો માટે કળા સાક્ષરતા કાર્યક્રમો વગેરે પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’ - ભારતનો અત્યારસુધીનો સૌથી મોટો મ્યુઝિકલ શો, જે અસાધારણ ભારતીય ટેલેન્ટની લાઈન-અપ ધરાવે છે અને જેનું સર્જન અને નિર્દેશન ફિરોઝઅબ્બાસખાનેટોની એન્ડ એમી એવોર્ડ-વિજેતા ક્રુની સંગતમાં કર્યું છે. રસતરબોળ કરી દેનારા આ શોનો થિએટ્રિકલ અહેસાસ કરાવતો પ્રિમિયર, આ સેન્ટરના 2000-સીટની ક્ષમતા ધરાવતા ગ્રાન્ડ થિએટરમાં યોજાશે, જે વિશ્વ-સ્તરનો તેમજ ભારતમાં સૌથી વિશાળ સ્ટેજ ધરાવે છે.

આ કલાત્મક પ્રોડક્શન થકી અજય-અતુલ (મ્યુઝિક), મયૂરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ (કોરિયોગ્રાફી) જેવા અસાધારણ ભારતીય ટેલેન્ટની સાથે બુડાપેસ્ટમાંથી વિશાળ 55-પીસ લાઈવ ઓર્કેસ્ટ્રા સહિત 350+ કલાકારોને એક મંચ પર લાવશે, જે ઇતિહાસ દ્વારા ભારતીય સાંસ્કૃતિક સફરનું પ્રદર્શન કરશે. જેને જોતાં જ અભિભૂત થઈ જવાય તેવા આ શોમાં જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા 1,100થી વધુ કોસ્ચ્યુમ પણ જોવા મળશે. આ સાથે જ, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દરેકને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસની સંવેદનાત્મક સફર ખેડવા આમંત્રિત કરે છે. ઓડિયન્સ પોતાની ટિકિટને nmacc.com અથવા BookMyShow બુક કરાવી શકે છે.


Related News

Advertisement
Advertisement