રામનવમીના પાવન પર્વે કિશાનપરા ચોક ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દુર્ગાવાહિનિ આયોજીત શ્રી રામ જન્મોત્સવ રામનવમી પાલખી યાત્રાનું શહેર ભાજપ ધ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા.