રાજકોટના સુપ્રસિદ્ધ પંચનાથ મહાદેવ મંદિરે આજે રામનવમીના ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ વધામણા કરવામાં આવ્યા હતા. કાલે બપોરે 12 વાગે મહાઆરતી કરાઇ હતી તથા ઉપસ્થિત ભાવિકોમાં પંજરીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. ઉપરોકત તસવીરમાં પંચનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામ, સીતા તથા લક્ષ્મણજી જોવા મળે છે. બીજી તસવીરમાં પંજરીના પ્રસાદનું વિતરણ થતું જોવા મળે છે.તસવીર: દેવેન અમરેલીયા