રાજકોટ,તા.31 : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબારી ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સી.આર.પાટીલએ વર્ષ 2019ની લોકસભા ની ચૂંટણીમાં 6 લાખ થી વધુ મતોથી જંગી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં ખૂબ સક્રિય રહે છે
જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિને કારણે તેઓને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જુલાઇ 2022માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી.સી.આર.પાટીલએ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજયના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા.