‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ

31 March 2023 04:49 PM
Rajkot Entertainment
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ
  • ‘ઝી’ની લોકપ્રિય સિરિયલ ‘રાધા મોહન’માં રાજકોટના રાજુ લોઢિયાનો મહત્વનો રોલ

‘સાંજ સમાચાર’ રાસોત્સવમાં પ્રિન્સ બન્યા બાદ ફિલ્મી સફર શરૂ થઈ હતી

► ઝી ટીવી પર ‘રાધા મોહન’ના 300 એપિસોડ પૂર્ણ: રાજુ લોઢિયા-શબ્બીર આહલુવાલિયાના પિતા ‘વિશ્ર્વનાથ ત્રિપાઠી’નો કિરદાર ભજવે છે. સાતેય દિવસ સાંજે 8 વાગ્યે પ્રસારિત થાય છે.

► મુળ રાજકોટના અને હાલ મુંબઈ સ્થિત રાજુભાઈએ અમેરિકા, લંડન, કેન્યામાં મોટી ઈવેન્ટો કરી

► એક સફળ સિરિયલ બનાવવા ખુબ મહેનત લાગે છે: રાજુભાઈ લોઢિયા

‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવેલ રાજુભાઈ લોઢિયાએ પોતાના અંગત અનુભવ વ્યકત કરતા જણાવ્યુંકે ડેઈલી શોપમાં કામ કરવું ખુબ પડકારરૂપ છે. સવારે 7થી સાંજના 7 સુધીની શીફટ હોય છે. અને મહિનામાં 20 દિવસ કામ કરવાનું હોય છે. એક સફળ સિરિયલ બનાવવામાં પણ ખુબ મહેનત લાગે છે. એક પ્રોડકશન હાઉસ પ્રથમ રાઈટરની પસંદગી કરે છે. રાઈટર પોતાના વિચારો અનુસાર એક સ્ક્રીપ્ટ લખે છે. ત્યારબાદ ચેનલની પસંદગી કરવામાં આવે છે.

દરેક ચેનલનું પોતાનું ઝોનર હોય છે. રાઈટરની સ્ટોરી કઈ ચેનલને અનુકુળ આવે છે. તે નકકી કરાય છે ચેનલ પસંદ કર્યા બાદ બેક ડ્રોપ કયું રાખવું એટલે કે કયાં શહેરની જીવનશૈલી રજુ કરી છે તે નકકી કરાય છે ત્યારબાદ આર્ટીસ્ટને અપ્રોચ કરવામાં આવે છે. સેટ નકકી થાય એક ફેમેલી ઘર, શહેર તૈયાર કરવામાં આવે છે હજારો આર્ટીસ્ટના ઓડીશન કરવામાં આવે તેમાંથી મુખ્ય અભિનેતા અને અભિનેત્રીની પસંદગી ત્યાર બાદ પરિવારના કિરદારોની પસંદગી થાય છે.

દરેક સિરિયલના કોસ્ચ્યુમ અલગ અલગ હોય છે જે કોસ્ચ્યુમ નકકી થાય તે સમગ્ર સિરિયલ દરમ્યાન તે જ પહેરવામાં આવે છે. બધુ નકકી થઈ ગયા બાદ બદા એકટરોને સેટ પર બોલાવી એકબીજાને પરીચય કરાવવામાં આવે છે અને બીજા દિવસે શુટીંગ ચાલુ થાય છે. માત્ર આર્ટીસ્ટ જ નહીં પરંતુ, કેમેરામેન, મેકઅપમેન, સ્ટોટદાઈ, સહિતના અનેક લોકો એક સીરીયલ સાથે જોડાયેલા હોય છે.


રાજકોટ તા.29
બોલીવુડ અને ટેલીવુડમાં એવા અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેઓ નાના શહેરોમાંથી શરૂઆત કરી આજે મોટા સ્ટેજ પર પહોંચ્યા છે. ત્યારે આ કારકિર્દીમાં રાજકોટનાં લોકો કેમ પાછળ રહી જાય છે. તેવા જ એક અભિનેતા જેઓ રાજકોટ શહેરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેઓ અનેક ટીવી સિરિયલો, મુવી અને વેબસીરીઝમાં કામ કરી રહ્યા છે. મુળ રાજકોટના અને હાલ મુંબઈ સ્થિત રાજુભાઈ લોઢિયા અથાગ મહેનત બાદ સફળતાના શિખર પર પહોંચ્યા છે.

ઝી ટીવીની પ્રખ્યાત ટીવી સિરિયલ ‘રાધા મોહન’ સિરિયલમાં મુખ્ય અભિનેતાના પિતાનું કેરેકટર રાજુભાઈ લોઢિયા ભજવી રહ્યા છે. હાલ રાધા મોહન ડેઈલી શોપને 300 એપિસોડ સફળતાપૂર્વક પુરા થયા છે. જે સપ્તાહના સોમથી રવિ તમામ દિવસે રાત્રે 8 કલાકે પ્રકાશીત થાય છે. આ સિરિયલમાં મુખ્ય અભિનેતા શબ્બીર આહલુવાલીયા છે. રાજુભાઈ લોઢિયા શબ્બીર આહલુવાલીયાના પિતાનું પાત્ર ભજવી રહ્યા છે. 1986થી તેઓ મુંબઈમાં સ્થાયી છે. અને ત્યાંજ કામ કરી રહ્યા છે.

રાધામોહન પહેલા તેઓ ઘરકી લક્ષ્મી બેટીયા, જીવનસાથી, મે ઐસી કયું હું, સબ જીતો સબ ખેલો જેવી સીરીયલો અને શુભમંગલ સાવધાન ભગવાન બચાવે ફિલ્મમાં પણ કામ કયુર્ં છે. ઉપરાંત અનેક સિરિયલો માટે તેઓએ ક્રિએટીવ પ્રોડકશન કર્યું છે. આ ઉપરાંત આગામી સમયમાં કે.કે. મેનન સાથે મુર્શીદ નામની વેબ સીરીઝમાં પણ કામ કરશે. તેઓની હોટસ્ટારમાં આર યા પાર નામની વેબસીરીઝમાં કામ કરી ચૂકયા છે,

રાજુભાઈનો પુરો પરીવાર મુંબઈમાં જ સ્થાયી છે. કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે ત્યારે રાજુભાઈના પુત્રએ પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કયુર્ં છે.

હાલ રાજુભાઈ રાજકોટ પોતાના વતનની મુલાકાતે આવ્યા છે. નવરાત્રી ચાલી રહી છે. આથી પોતાના દેવ સ્થાને આશીર્વાદ મેળવવા આવ્યા છે. આ દરમ્યાન તેઓએ આજરોજ ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ કરનભાઈ શાહ સાથે મુલાકાત કરી હતી. રાજુભાઈનો ‘સાંજ સમાચાર’ સાથે જુનો નાતો છે. રાજકોટમાં જયારે સૌ પ્રથમવાર ‘સાંજ સમાચાર’ પરિવારે નવરાત્રીમાં ડાંડીયા રાસની શરૂઆત કરી હતી ત્યારે તેઓ પ્રથમ વ્યકિત હતા જેમણે બેસ્ટ ઓફ બેસ્ટનો ખિતાબ જીતી બાઈક જીત્યું હતું.

આજ રોજની મુલાકાત દરમ્યાન જુના સંસ્મરણો વાગોળ્યા હતા. સાથે જ પોતાની જન્મભૂમિ માટે ખાસ આયોજનના વિચાર રજુ કર્યા હતા. આગામી દિવસોમાં તેઓ રાજકોટમાં ડ્રામા વર્કશોપ કરવાનું નકકી કરી રહ્યા છે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યા ઉપરાંત લંડન, અમેરિકા, કેન્યા, તેમજ ગલ્ફ દેશોમાં અનેક મોટી ઈવેન્ટ પણ કરી ચૂકયા છે. રાજકોટની સિસ્ટર નિવેદીતા સ્કૂલ અને પીડીએમ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

ઝી ટીવી પર આવતી રાધા-મોહન સિરિયલ હાલ 1.5 ટીઆરપી સ્થાને છે. તેમજ લોકોની ફેવરીટ સીરીયલ બની ગઈ છે.


Related News

Advertisement
Advertisement