વોશિંગ્ટન: તાઈવાન અને અમેરિકાની દોસ્તીથી અગાઉ જ ગીન્નાયેલા ચીનને હવે વધુ ચિંતા થશે. તાઈવાનના રાષ્ટ્રપતિ સોગ ઈંગ વેન અમેરિકાની મુલાકાતે છે અને તેઓએ ન્યુયોર્કમાં તાઈવાન-અમેરિકી સમુદાયને સંબોધન કરતા કહ્યું કે ઈતિહાસમાં કદી ન હતા તેટલા આજે અમેરિકા-તાઈવાન નજીક છે.
ચીન તાઈવાનને પોતાનો પ્રદેશ માને છે અને તેના પર કબજો કરવા સૈન્ય શક્તિનો ઉપયોગ કરવાની પણ ચીમકી આપી છે પણ તાઈવાનના મહિલા રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાએ તાઈવાનથી સુરતની ખાતરી આપી છે અને અમો વન-ચાઈનાની નીતિનો વિરોધ કરીએ છીએ. ચીન આ પ્રકારના વિધાનોથી ભડકયુ છે. તેમની સામે ચીની સમર્થકોએ દેખાવો કર્યા હતા તથા ગદાર પણ ગણાવ્યા હતા. ચીને આ મુલાકાતને સતાવાર ગણવાના અમેરિકા-તાઈવાનના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે.